હાલમાં ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમીનો પારો વધતાં મનુષ્ય, મૂંગા પશુ પક્ષીઓ ઉપર અસરો વર્તાઈ રહી છે. મનુષ્ય તો ગરમીથી બચવા અથવા તો રાહત માટે સક્ષમ છે, પરંતુ મૂંગા પશુ પક્ષીઓનું શું??? તેઓ આપણા મનુષ્ય પર નિર્ભર છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જે આપણા શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રાહાલય ખાતે આવેલા છે.
ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં સવારે બે સમય તથા બપોરે બે સમય અહીં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ પશુ પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવા ખોરાક આપવામાં આવી રહ્યાં છે.
સાથે જ પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં પાણીના ફૂવારા પશુ પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે. સાથે જ ઘાસ પૂળાની સાથે પ્રાણીઓને ઠંડક મળે તે રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર બાબતે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અર્પિત સાગર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.
Reporter: News Plus