વોશિંગટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે વધતો તણાવ હવે અંતરિક્ષ કાર્યક્રમ પર પણ અસર પાડી શકે છે.
આ રાજકીય લડાઈને વચ્ચે ઈલોન મસ્કે જાહેરાત કરી છે કે, તેમની કંપની SpaceX હવે પોતાના ડ્રેગન સ્પેસક્રાફ્ટને બંધ કરવાનું શરૂ કરશે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તાત્કાલિક પ્રભાવથી અમે ડ્રેગન પ્રોગ્રામ બંધ કરી રહ્યા છીએ. હવે સ્પેસએક્સ રાજકીય દયાથી ચલાવવામાં નહીં આવે.આ સાથે જ ઈલોન મસ્કે X પર સરવે પર શરૂ કર્યો, તેમાં તેમણે પૂછ્યું કે, શું અમેરિકામાં કોઈ નવી રાજકીય પાર્ટી બનવાનો સમય આવી ગયો છે, જે હકીકતમાં મધ્યમ વર્ગના 80% લોકોનું પ્રતિનિધિત્વ કરતી હોય?આ નિવેદન ટ્રમ્પની એક પોસ્ટ બાદ સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, 'બજેટથી અબજો ડોલર બચાવવાની સૌથી સરળ રીત ઈલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટને ખતમ કરવું છે.
મને હંમેશાથી નવાઈ લાગતી હતી કે, બાઈડેને આવું કેમ ન કર્યું?'મસ્કે હાલમાં જ સરકારના વન બ્યૂટિફૂલ બિલનો વિરોઘ કર્યો અને તેને નીતિગત તબાહી અને નુકસાન વધારનારૂં જણાવ્યું હતું. મસ્કના આ નિવેદન બાદ ટ્રમ્પે તેને નિરાશાજનક જણાવી આ પ્રહાર કર્યા હતા. ઈલોન મસ્કને થોડા સમય પહેલા ટ્રમ્પ સરકાર દ્વારા બનવવવામાં આવેલા 'ગવર્નમેન્ટ એફિશિએન્સી વિભાગ' (DOGE)ના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં, પરંતુ તેમણે ફક્ત 130 દિવસમાં જ રાજીનામું ધરી દીધું. ડ્રેગન સ્પેસક્રાફ્ટ અમેરિકાનું એકમાત્ર એવું યાન છે, જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી અંતરિક્ષ યાત્રીઓને લઈ જવા અને પરત લાવવામાં સક્ષમ છે. આ 2020થી NASAની સેવામાં છે અને આ હેઠળ SpaceXને આશરે 5 અબજ ડૉલરરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ, સ્પેસએક્સને અત્યાર સુધી 15 અબજ ડૉલરથી વધુ નાસા કોન્ટ્રાક્ટ મળી ચુક્યા છે, જેમાં વિજ્ઞાન મિશન, રૉકેટ લૉન
Reporter: admin







