News Portal...

Breaking News :

સૌર પવનોનું તોફાન 31, જાન્યુઆરી 25 એ પૃથ્વી સુધી આવવાની શક્યતા

2025-01-31 09:36:29
સૌર પવનોનું તોફાન 31, જાન્યુઆરી 25 એ પૃથ્વી સુધી આવવાની શક્યતા


નાસા : અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિક એડમિનિસ્ટ્રેશને ચેતવણી સૂચક માહિતી આપી છે કે હાલ  સૂર્યનારાયણ  ભારે ક્રોધાયમાન થઇ ગયા છે. 


આદિત્યની વિરાટ સપાટી પર અને તેની બાહ્ય કિનારી કોરોનામાં પણ કલ્પનાતીત ખળભળાટ થઇ રહ્યો છે. આ જ અતિ ભયંકર તોફાનને કારણે સૂર્યના બાહ્ય વાતાવરણમાં 5 લાખ માઇલ એટલે 8,00,000 કિલોમીટરનો અતિ અતિ વિરાટ કોરોનલ હોલ (કોરોનાના વાતાવરણમાંનું વિશાળ કદનું કાળું ધાબું) સર્જાયું છે.કોરોનલ હોલ એટલે સૂર્યના બાહ્ય વાતાવરણ કોરોનામાં સર્જાતું વિરાટ કદનું કાળું ધાબું. સૂરજના આ કોરોનાના કોઇપણ એક હિસ્સામાં ભારે ખળભળાટ સર્જાય ત્યારે તે ભાગમાંથી અલ્ટ્રાવાયોલેટ અને એક્સ-રે ના રેડિયેશનનો  અતિ મોટો પ્રવાહ બહાર ફેંકાય. પરિણામે કોરોનાના તે હિસ્સામાં બીજા હિસ્સાની સરખામણીએ  પ્રકાશ અને ગરમી ઓછાં થઇ જાય. એટલે ત્યાં મોટા કદનું કાળું ધાબું ઉપસી આવે, જેને ખગોળશાસ્ત્રની ભાષામાં કોરોનલ હોલ કહેવાય છે.


એટલે સૂર્યના કોરોનામાં કાંઇ વિશાળ કદનો ગોબો ન સર્જાય પણ તેટલો ભાગ કાળો થઇ જાય. સૌર પવનનો  વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં ૬૨ ગણો વધુ મોટો છે :  500   કિ.મી.ની પ્રચંડ ગતિએ 31,  જાન્યુઆરીએ પૃથ્વી સુધી આવવાનો સંકેત : સૂત્રોએ એવી ચેતવણી પણ આપી છે કે આ જ  કોરોનલ હોલમાંથી અતિ ભયાનક સોલાર વિન્ડ્ઝ(સૌર પવનો)નું તોફાન પણ સર્જાયું છે. આ જ સૌર પવનોની મહાપ્રચંડ થપાટ આવતીકાલે એટલે કે ૨૦૨૫ની ૩૧, જાન્યુઆરીએ  પૃથ્વીને વાગવાની શક્યતા છે.એટલે કે સૌર પવનોનું તોફાન છેક પૃથ્વીના વાતાવરણ સુધી આવી  જાય તો અરોરા લાઇટ્સ (ભૂરા,પીળા,લાલ વગેરે રંગના વિશાળ કદના પટ્ટા) પણ સર્જાવાનીસંભાવના છે. પરિણામે વિદ્યુત ચુંબકીય તોફાનની ભારે અસર પણ થવાનું જોખમ સર્જાઇ શકે છે.

Reporter: admin

Related Post