વડોદરા : છાણી જકાતનાકા કેનાલ નજીક નવી બંધાતી સાઇટના ખોદકામના પગલે માટી ધસી પડી હતી. જેના કારણે નજીકમાં આવેલા ફ્લેટ પણ ધસી પડે તેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ભય ફેલાયો હતો.

ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બાજુના બે ટાવરના ૪૦ ફ્લેટો સલામતીના કારણે ખાલી કરી દેવાયા છે. બનાવના પગલે કોર્પોરેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે.ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, છાણી જકાતનાકા કેનાલ નજીક સત્વ પ્રાઇમ ફ્લેટ છે. આ ફ્લેટની બાજુમાં જ એક નવી કન્સટ્રક્શન સાઇટ વસંતતારા સ્કાયનું બાંધકામ ચાલી રહ્યું છે.
આ નવી સાઇટની દીવાલ આજે રાતે ધસી પડી હતી. આ દીવાલની બાજુમાં જ સત્વ પ્રાઇમ ફ્લેટની દીવાલ હોવાથી તે પણ ધસી પડી હતી. ધડાકાભેર દીવાલ ધસી પડતા ફ્લેટના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
Reporter: admin







