News Portal...

Breaking News :

સદભાવના સાથે ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવની ઉજવણી નિમિતે સ્નેહમિલનનો કાર્યક્રમ

2024-09-25 12:11:54
સદભાવના સાથે ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવની ઉજવણી નિમિતે સ્નેહમિલનનો કાર્યક્રમ


વડોદરા : ગત રોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર  જ્યાં બંને ઉત્સવો ઇદે મિલાદ અને ગણેશ ઉત્સવની ખુબ ધામ ધુમ પૂર્વક ઉજવણી થઈ હતી. 


એને લઈને સિટી પોલીસ સ્ટેશન ના પી.આઈ. ચૌહાણ,સેકંડ પી.આઈ. પ્રજાપતિ  અને સ્ટાફ દ્વારા હમ સબ એક હૈ ની સદભાવના સાથે બંને કોમના આગેવાનો સાથે એક સ્નેહમિલનનો કાર્યક્રમ અલ્પાહાર સાથે રાખવામાં આવેલો હતો.


ખુબ સેંસેટીવ વિસ્તાર હોવા છતા પણ ખુબ શાંતિથી બંને તહેવાર ની ઉજવણી થઈ જેને લઈ તમામ આગેવાનોએ પણ પોલીસ કમિશ્નર અને સિટી પોલીસ સ્ટેશન ના પી.આઈ.ઓને સારી કામગીરી બદલ પુષ્પગુચ્છ આપી વધાવ્યા હતા.

Reporter: admin

Related Post