અમદાવાદ : ગુજરાત સમાચાર માં મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન શાહે ગુરુવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.
ગુજરાત સમાચારનાં લોકપ્રિય મહિલા સાપ્તાહિક 'શ્રી'ના તેઓ સતત ચાર દાયકા સુધી તંત્રી રહ્યાં અને ગુજરાતી લેખિકાઓનું નવું સર્જક મંડળ તેમણે સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું. ગુજરાત સમાચારની મહિલા પૂર્તિનાં સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંસભાઈ શાહનાં ધર્મપત્ની તરીકે તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી હતી.
તેમનાં માર્ગદર્શનમાં ગુજરાત સમાચારની વિવિધ બ્રાંચોમાં એટલે કે વિવિધ આવૃત્તિઓમાં તૈયાર થયેલા પત્રકારોનો એક મોટો સમુદાય ઉભો કર્યો છે.અંતિમ યાત્રા શુક્રવારે સવારે 8.30 વાગે જી.એસ.ટી.વી. હાઉસ, ઇસ્કોન મંદિરની બાજુમાંથી નીકળી થલતેજ સ્મશાનગૃહ ખાતે થશે.
Reporter:







