શહેરના વાઘોડિયા રોડ થયેલા ખોદકામમાં મેટલીંગ વગર પુરાણ કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે.

પાલિકાના સ્માર્ટ એન્જિનીયરોએએ આ ખોદકામમાં થયેલા પુરાણમાં એવી સ્માર્ટ કામગિરી કરી છે કે જો કોઇ પણ વ્યકતિનું વાહન આ જ પુરાણમાં ફસાય તો ચોક્કસ તેની કમર તૂટી શકે છે.શહેરના વાઘોડીયા રોડ ઉમા ચાર રસ્તાના રસ્તા પર પાલિકાના પાણી પુરવઠા વિભાગ ધ્વારા દર ૩-૪ મહિને એક જ જગ્યા ઉપર લીકેજ થવાથી ખોદકામ કરવામાં આવ્યું હતું અને લીકેજ શોધ્યા બાદ તેનું રિપેરીંગ કરીને વારંવાર મોઘા ભાવનો ડામર માલ નાખીને પૂરાણ થતું હતું પરંતુ આ ખોદકામ પણ અધુરુ હોવાથી સ્થાનિક રહિશોએ 2 મહિના પહેલા બેરીકેડ મૂકીને રાખેલો ખાડો પૂરવા માટે રજૂઆતો કરી હતી જેના પગલે ૧૫ દિવસ પહેલા માત્ર ફરિયાદ નિરાકરણ માટે અને સ્થાનિક રહિશોને સંતોષ થાય તે માટે કોઇ પણ જાતના મેટલીંગ કામ વિના આ ખાડો પુરી દેવામાં આવ્યો છે.

જો કે હવે સમસ્યા એ ઊભી થઇ કે માટી ઉપર માલ નાખવાથી વાહનોની અવરજવરથી રોડ ઉપર કોઇ ટુવ્હીલર ચાલક ધ્યાન ચૂકે અને વાહનનુ એક પૈડુ ખાડામા પડે તો ચાલક રોડ ઉપર પડે અથવા કમર ટૂટી જાય તેવો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ખાડો પૂરવાની આવી કામગીરી સ્માટઁ પાલિકાના વોડઁ-૧૫ ના સ્માટઁ એન્જીનીયરો ધ્વારા જ થઇ શકે છે. ટ્રાફિકથી વ્યસ્ત આ જાહેર રોડ ઉપરનો ખાડો પૂરતા પહેલા તેનુ પૂરાણ કેવી રીતે કરવુ તે નાગરિકોને ખબર પડે છે પણ આપણા સ્માટઁ અધિકારીઓને નહિ.
Reporter: admin







