News Portal...

Breaking News :

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોસ્પિટલ ખાતે ઓપીડી 16 ના વિભાગ ખાતે સ્લેબ ધરાશાહી થયો.

2024-07-01 16:43:44
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોસ્પિટલ ખાતે ઓપીડી 16 ના વિભાગ ખાતે સ્લેબ ધરાશાહી થયો.


વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે ત્યારે  મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ ખાતે પણ અનેક ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે 


ત્યારે પાલિકા તંત્ર અને ભાર વિભાગ ની બેદરકારી પણ સામે આવી રહી છે. ત્યારે શહેર સયાજી હોસ્પિટલ ના ઓપીડી 16 ના વિભાગ ખાતે વહેલી સવારે પ્રથમ માળે સ્લેબ ધરાશાહી થયો હતો જેને લઇને દર્દીઓમાં ભાગદોડ મચી હતી ત્યારે  કસરત વિભાગ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર કરવા આવતા હોય છે ત્યારે અચાનક જ લેપધરા શહેરની ઘટના સામે આવી ત્યારે આ ઘટનામાં કોઈને જાનહાની થયેલ નથી 


પરંતુ સયાજી હોસ્પિટલ ની બેદરકારી ફરી એક વખત સામે આવી હોસ્પિટલમાં અનેક ઇમારતો પણ જર્જરિત બની છે અને હોસ્પિટલમાં અનેક વિભાગ ખાતે ખુલ્લા વાયરો પણ જોવા મળી રહ્યા છે જો આ ઘટનામાં મોટી જાણ હાની થાય તો જવાબદાર કોણ. થોડા દિવસ અગાઉ ફાયર વિભાગે  હોસ્પિટલના એક વિભાગને એનઓસી માટે નોટિસ પણ આપી છે.

Reporter: News Plus

Related Post