GSFC યુનિવર્સિટીનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ ૧૮ મી ડીસેમ્બર ૨૦૨૪ ના રોજ કલ્ચર સેન્ટર, ફર્ટીલાઇઝરનગર, વડોદરા ખાતે યોજાયો હતો. આ કોન્વોકેશનમાં સ્કૂલ ઓફ ટેકનોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ અને સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસ એન્ડ લિબરલ આર્ટસના 432 ( 286 વિધ્યાર્થીઓ અને 146 વિધ્યાર્થીનીઓ) ને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

પદ્મ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર સંઘમિત્રા બદ્યોપાધ્યાય, ડાઇરેક્ટર, ઇન્ડિયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટિટ્યૂટ, કોલકતા દિક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા દરેક પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવનાર 12 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 11 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા હતા. GSFC યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ પી.કે. તનેજા, IAS (નિવૃત્ત) દ્વારા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.આ દીક્ષાંત સમારોહમાં GSFC યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, સરકારી અધિકારીઓ, GSFC લિમિટેડ અને GSFC યુનિવર્સિટીના મેનેજમેન્ટના સભ્યો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા હતા.આર.બી.પંચાલ, ડાયરેકટર (એડમીનીસ્ટ્રેશન) દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું અને વાઇસ ચાન્સેલર પ્રોફેસર જી.આર.સિન્હા એ યુનિવર્સિટીનો અહેવાલ રજૂ કર્યો હતો.જીએસએફસી યુનિવર્સિટીના પ્રમુખ પી.કે.તનેજા એ 12 ગોલ્ડ અને 11 સિલ્વર મેડલિસ્ટ સહિત સ્નાતક થયેલા તમામ વિદ્યાર્થીઓને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે હૃદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજનો દિવસ આપણે સૌ માટે ગર્વ અને આનંદનો છે. વિદ્યાર્થીઓ માટેઆ દિવસ વર્ષોની મહેનત, સમર્પણ અને અથાગ પ્રયત્નોનું ફળ છે જ્યારે માતા-પિતાના જીવનમાં આ દિવસ સંતોષ અને ગૌરવની ક્ષણ છે. વિદ્યાર્થીઓએ અહીં તેમના શૈક્ષણિક સમયમાં જીવન કૌશલ્યો, મૂલ્યો અને જ્ઞાન મેળવ્યા છે, જે તેમની નવી યાત્રાને મજબૂત આધાર પુરા પાડશે તેમણે વિધ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજે તમે તમારી ડિગ્રી મેળવો છો ત્યારે તમે GSFC યુનિવર્સિટીમાં મેળવેલા જ્ઞાન અને મૂલ્યોનો ઉપયોગ કરીને સમાજ માટે સકારાત્મક યોગદાન આપવા તમે સજ્જ રહો અને તે માટે ની જવાબદારી લો.તેમણે યુનિવર્સિટી વતી કમલ દયાની, આઇએએસ, મેનેજીંગ ડિરેકટર જીએસએફસીનો યુનિવર્સિટીના વિકાસ માટે આપેલ યોગદાન તથા તેના દ્રષ્ટિકોણ હાંસલ કરવામાં મળેલા અપાર સમર્થન બદલ આભાર વ્યકત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે GSFC લિ. અમારા સફળતાના પાયાનો સ્તંભ છે અને કંપનીની ઉદાર સહાય અને અડગ પ્રતિબદ્ધતાના કારણે અમે યુનિવર્સિટિની શૈક્ષણિક પ્રવૃત્તિઓને મજબૂત બનાવી શકીએ છીએ અને યુનિવર્સિટીની લાંબા ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરી શકીએ છીએ. તેમણે ગવર્નિંગ બોડી, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને અકેડેમિક કાઉન્સીલ નો પણ આભાર માન્યો હતો.પ્રોફેસર સંઘમિત્રા બદ્યોપાધ્યાય એ તેમના દિક્ષાંત પ્રવચનમાં સહુ પ્રથમ ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓ અને તેમને આ મંચ સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપનાર તેમના પરિવારજનોને અને શિક્ષકોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ દિવસ માત્ર વર્ષોની શૈક્ષણિક મહેનતથી પરિપૂર્ણ ન થતાં એક નવા અને રોમાંચક અધ્યાયની શરૂઆત પણ નિશ્ચિત કરે છે. તેમણે વધુ માં જણાવ્યું હતું કે અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓ માટે આ ખાસ ગૌરવની વાત છે કે તેઓ એવી યુનિવર્સિટીમાંથી પદવી પ્રાપ્ત કરી રહ્યા છે, જે ઉદ્યોગ-આધારિત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ એ વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે આજના ઝડપથી બદલાતા વિશ્વમાં તમારો સૌથી મહત્વપૂર્ણ ગુણધર્મ એ છે કે તમે જીવનભર શીખતા રહો અને દરેક પરિવર્તન માટે અનુકૂળતા દાખવો. ટેકનોલોજી બદલાશે, બજારની માગ બદલાશે અને નોકરીઓના પ્રકાર બદલાશે દરેક સંજોગોમાં તમારે નવા પડકારો માટે તૈયાર રહેવું પડશે. જીવનને હિંમત સાથે સ્વીકારો, તમારા પર વિશ્વાસ રાખો અને અનિષ્ચિતતા માટે તૈયાર રહો. સફળતા અને નિષ્ફળતાને એકસરખા લો. અંત માં તેમણે વિધ્યાર્થીઓને આ દિવસનો આનંદ માણી શિક્ષણ અને જ્ઞાનના શક્તિશાળી હથિયારથી સજ્જ થઈને દુનિયામાં તેમનું સ્થાન બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.



Reporter: admin