News Portal...

Breaking News :

અગ્નીવીર ભરતી રેલીના આયોજન અંગેની બેઠક નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજાઈ

2024-12-20 18:28:12
અગ્નીવીર ભરતી રેલીના આયોજન અંગેની બેઠક નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં યોજાઈ


ગુજરાતના યુવાનોની આર્મીમાં અગ્નીવીર તરીકે વધુમાં વધુ ભરતી થઇ શકે તે હેતુથી ઇન્ડિયન આર્મી ભરતી રેલી  એમ.એસ.યુ.પેવેલિયન ગ્રાઉન્ડ,વડોદરા ખાતે તા.૫ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી સુધી ભરતી રેલી યોજાશે. 


અગ્નીવીર ભરતી રેલી તા.૫ જાન્યુઆરીના રાત્રે ૧૨.૦૦ કલાકથી લઈને તા.૧૫ જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં મધ્યગુજરાત,દક્ષિણ ગુજરાત, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લાના અગ્નીવીર લેખિત પરીક્ષા પાસ થયેલ ઉમેદવારોની ભરતી રેલી એમ.એસ.યુ.પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે યોજાશે.


આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલે અગ્નીવીર ભરતી રેલીના ગ્રાઉન્ડ તૈયાર કરવા,વીજળી,સાફ સફાઈ,પીવાનું પાણી, ટ્રાન્સપોર્ટેશન,પોલીસ પ્રોટેકશન, ટ્રાફિક નિયંત્રણ,,ઉમેદવારોના રાત્રી રોકાણની સુવિધા અંગે વિસ્તૃત ચર્ચા કરી વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં એ.આર.ઓ.ના ડાયરેક્ટર મનીષ જલાલ,મદદનીશ રોજગાર નિયામક અલ્પેશભાઈ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post