News Portal...

Breaking News :

મૂળી સ્વા.મંદિરના અ.નિ.પ્રેમજીવનસ્વામીની સ્મૃતિમાં ઝાલાવાડના ભક્તોની વડતાલમાં છ કલાકની અખૂડ ધૂન

2025-05-30 11:47:06
મૂળી સ્વા.મંદિરના અ.નિ.પ્રેમજીવનસ્વામીની સ્મૃતિમાં ઝાલાવાડના ભક્તોની વડતાલમાં છ કલાકની અખૂડ ધૂન


વડતાલ : ઝાલાવાડ વિસ્તારમાં આવેલ મૂળી સ્વામિનારાયણ મંદિરના અગ્રણી સંત અ.નિ.સ.ગુ.પ્રેમ જીવન સ્વામીની પુણ્યસ્મૃતિમાં ઝાલાવાડના ૭૦૦ થી વધુ ભક્તોએ ગુરૂવાર તા. ૨૮મેના રોજ વડતાલ મંદિરના રવિસભા હોલમાં છ કલાકની અખંડધૂન રાખવામાં આવી હતી. 


આ પ્રસંગે પૂ.મોટા લાલજી વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી સ્વામી, મૂળીધામના સ.ગુ.કૃષ્ણવલ્લભદાસજી, હાથીજણ સ્વા.મંદિરના સ્વામી સહિત  વડતાલ ડભાણ-સુરેન્દ્રનગર તથા અમદાવાદના સેંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના મૂળી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી તરીકે પ્રેમજીવન સ્વામી તાજેતરમાં અક્ષર નિવાસી થયા હતા. તેઓની સ્મૃતિમાં ઝાલાવાડ પ્રદેશના હરિભક્તો તથા મૂુળી ધામના સંતો દ્વારા વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણદેવના સાનિધ્યમાં ગુરૂવાર તા.૨૮ મે ના રોજ છ કલાકની અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦૦ થી વધુ સ્ત્રી-પુરૂષ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ ભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું. કે આપ સૌ ભક્તો પોતાના ગુરૂ અ.નિ. પ્રેમજીવનસ્વામીની સ્મૃતિમાં સત્સંગની મૂડી જેવો સ્વામિનારાયણ મહામંત્રની અખંડધૂનનો વડતાલ લક્ષ્મીનારાયણદેવના સાંનિધ્યમાં કાર્યક્રમ રાખેલ છે તો જીવ પરમાત્માને પામે છે કોઇપણ મનુષ્યને અંતકાળે સ્વામિનારાયણ મહામંત્રનું સ્મરણ થાય તો તે અક્ષરધામને પામે છે. સ્વામિનારાયણ મહામંત્રનો અપાર મહિમા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં દેવાલયો, સંતપરંપરા, આશ્રિતો સનાતન પરંપરામાં આગવી ભાત ઉપસાવી રહ્યા છે 


ગૌરવ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોઇ સંતનો અક્ષરવાસ થાય અને તેની પાછળ ભક્તો તથા સંતમંડળ દ્વારા ભગવાનના નામની અખંડ ધૂન થાય તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે આપ સૌ ઝાલાવાડના હરિભક્તોને ભગવાન અને ભગવાનના સંતનો મહિમા સમજાયો તો શું ન થાય ? માથે છત્રી હોય તો સુરક્ષિત રહેવાય સ્વામિનારાયણ ભગવાને કહેલ છે કે જ્યાં મારા ભક્તો મારૂ ગાન કરે છે ત્યાં હુ અખંડ નિવાસ કરૂ છું ભગવાનના ઘરે ભજન અને ભોજન અખંડ થાય છે. આ પ્રસંગે સત્સંગમહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી સ્વામીએ આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું. કે મૂળી ધામના અ.નિ.પ્રેમજીવન સ્વામીની સ્મૃતિમાં ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની દિવ્ય ધૂનનો કાર્યક્રમ ઝાલાવાડ સત્સંગ સમાજ દ્વારા રાખેલ છે. મૂળી મંદિરના કુષ્ણવલ્લભસ્વામીએ સાળંગપુર તથા ધોલેરા મંદિરના ઉદઘાટન પ્રસંગે પણ ખૂબ સેવા કરી છે. તેઓએ મૂળી મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો છે વડતાલ એ શ્રીહરિને ગમતુ ધામ છે. ભગવાને અહી અમદાવાદ-વડતાલ બે દેશના આચાર્યોની સ્થાપના કરી છે. આશ્રિતો માટે શિક્ષાપત્રી લેખન પણ વડતાલની ભૂમી પરથી જ કર્યું છે. આ વડતાલ એ ઉપાસનાનું મુખ્યકેન્દ્ર છે ભગવાને જ્યારે મંદિરમાં દેવોની સ્થાપના કરી ત્યારે સભામાં ઉપસ્થિત ભક્તોને કહેલ કે જે કોઇ મનુષ્ય ૧૦૦ વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખી ચારધામની જાત્રા પગપાળા કરે અને જે ફળ મળે તે ફળ માત્ર લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માત્રથી મળેલ છે જે કોઇ ભક્ત પુનમના દિવસે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી મનવાંછીત ફળની માંગણી કરે તો લક્ષ્મીનારાયણ દેવ તેના સંકલ્પો પૂર્ણ કરે છે. આ સભામાં પૂ.શ્યામસ્વામી, મુનીસ્વામી સહિત ડભાણ મંદિરના કોઠારી બળદેવપ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post