શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગ કોલેરાના કેસો સામે આવ્યા બાદ પાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતે પાલિકા સમક્ષ કોલેરાના સાચા આંકડા છુપાવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો, સાથે સાથે પાલિકા દ્વારા જાહેરાત માટે લગાવવામાં આવેલ એલ ડી સ્ક્રીન ઉપર કોલેરા સંબંધીત જાણકારી નાગરિકોને આપવાનો અનુરોધ પણ કર્યો હતો.
આ તમામ બાબતો વચ્ચે શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં.શંકાસ્પદ કોલેરાના દર્દીઓ સારવાર માટે આવ્યા હોવાની વિગતો સામે આવી છે તો બીજી તરફ કારેલીબાગ ખાતે આવેલ ચેપી રોગના દવાખાનામાં હાલ સુધી એક પણ કોલેરાનો દર્દી સારવાર માટે દાખલ થયો નથી.વિપક્ષ નેતા અમીબેન રાવતની પાલિકા દ્વારા આકડા છુપાવવાની વાતને જો માન્ય ગણીએ તો પાલિકાના હેલ્થ બુલેટિનમાં પણ કોલેરા સંબંધી કોઈ પણ દર્દીની સારવાર દવાખાનામાં ચાલતી નહિ હોવાનું જણાવાયું છે. શહેરમાં પાણીજન્ય રોગચાગડા એવા કોલેરાની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં છ જેટલા કેસો સામે આવ્યા છે જ્યારે 20 થી વધુ શંકાસ્પદ કેસો માં દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે
ચોમાસાની શરૂઆતમાં જ આ પાણીજન્ય રોગચાળો જો ફાટી નીકળશે તો શહેરમાં પાલિકાના આરોગ્ય વિભાગ માટે કામગીરી કરવી ખૂબ અઘરી થઈ પડશે. ચેપી રોગ હોસ્પિટલના ડો.પ્રીતેશ શાહે પાણીજન્ય રોગથી બચવા માટે જણાવ્યું છે કે પીવાનું પાણી શુદ્ધ અને ચોખ્ખું હોવું જોઈએ અને શક્ય હોય તો ચોમાસાની ઋતુમાં પીવાના પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. આ ઉપરાંત બહારના ખાદ્ય પદાર્થોને આરોગવાનો ટાળવું જોઈએ સાથે સાથે નાગરિકોને અપીલ કરતાં તેમને જણાવ્યું હતું કે વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં લિકેજ સર્જાયુ હોય અથવા ગંદુ કે દૂષિત પાણી તમારા ઘરે આવતું હોય તો તે અંગેની માહિતી તાત્કાલીક પાલિકાને કરો જેથી પાલિકાએ બાબતે ત્વરિત કામગીરી કરીને આ પ્રકારના પાણીનું વિતરણ અટકાવશે.
Reporter: News Plus