News Portal...

Breaking News :

શહેરમાં માર્ગ અકસ્માતના છ બનાવ નોંધાયા: બાળક, બે મહિલા સહિત આઠ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

2025-01-03 15:57:45
શહેરમાં માર્ગ અકસ્માતના છ બનાવ નોંધાયા: બાળક, બે મહિલા સહિત આઠ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ


વડોદરા: શહેરમાં માર્ગ અકસ્માતના છ બનાવ નોંધાયા હતા. જેમાં એક બાળક, બે મહિલા સહિત આઠ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.x


અકસ્માતના પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર તરસાલી બાયપાસ ફૂટપાથ પર રહેતા ૩૫ વર્ષના પૂનમ ચંદુ વાઘરી સવારે ૬:૦૦ વાગ્યે ટેમ્પામાં બેસીને આજવા ચોકડી થી ગોલ્ડન ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ટેમ્પો પલટી જતા ઈજા પહોંચી હતી.અકસ્માતના બીજા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તાલુકાના પર પસાર, તિી અજાણી સદા રંગના કારના ચાલકે ઇટોલા ગામના પરમધામ સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષના લક્ષ્મણ ચંદુ વસાવાના બાઇકને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી બાદ નાસી ગયો હતો. અકસ્માતના ત્રીજા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા જીઆઇડીસીની મેટ્રિક્સ કંપની પાસેથીપસાર થતી સ્કોપિયો જીપે વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામની બાલાજીનંદન સોસાયટીમાં રહેતા જંગલ બહાદુર ચૌધરીની બાઈકને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી.


અકસ્માતના ચોથા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સોમા તળાવ દર્શનમ આગમન સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષના સંગીતાબેન છત્રસિંહ ભાભોર એક વર્ષના ભુપેન્દ્ર રણછોડ માલીવાડને લઈને ગત બપોરે ૧:૦૦ વાગ્યા બાદ બાઈક પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે વાઘોડિયા બ્રિજ પર ટ્રકની ટક્કર વાગવાથી બંનેને ઇજા પહોંચી હતી.અકસ્માતના પાંચમા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ન્યુ વીઆઈપી રોડ પર ગોપાલ ધામ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના પંકજ પારેખ ગત સાંજે ૮:૦૦ વાગ્યે કારેલીબાગ પાણીની ટાંકી પાસેથી પસાર થતા હતા ત્યારે એક્ટિવા સ્લીપ થયું હતું.અકસ્માતના છઠ્ઠા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સયાજીપુરા બ્રહ્મા નગરમાં રહેતા ૧૬ વર્ષના સન્માન અર્જુન વસાવા અને ખોડીયારનગર વિસ્તારના મોતી પાર્કમાં રહેતા ૩૪ વર્ષના હિરલબેન મુદ્દત ભાઈ પટેલનું સ્કૂટી અને બાઇક ચાલકને ઇજા થઈ હતી.

Reporter: admin

Related Post