News Portal...

Breaking News :

કમિશનર અરૂણ મહેશ બાબુની આગેવાનીમાં SIR તાલીમનો પ્રારંભ

2025-11-09 11:04:14
કમિશનર અરૂણ મહેશ બાબુની આગેવાનીમાં SIR તાલીમનો પ્રારંભ


મતદાર યાદી સુધારણા અંતર્ગત પાલિકાના BLO સહાયકો માટે તાલીમ યોજાઈ...
વડોદરામાં ૮૫૦ કર્મચારીઓને મતદાર યાદી સુધારણા કામગીરી માટે તૈયાર કરવામાં આવ્યા...



સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતર્ગત પાલિકા દ્વારા સહાયક BLO માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું
ભારતીય ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં મતદાર યાદીના સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની પ્રક્રિયા શરૂ ક૨વામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભા૨તીય ચુંટણી પંચ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં પાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ એમ. એસ. (IAS) ને વિશેષ ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. કમિશનર અરૂણ મહેશ બાબુ એમ. એસ. દ્વારા જિલ્લા કલેક્ટર સાથે સંકલનમાં રહી પાલિકા વિસ્તારમાં વિશેષ ચૂંટણી અધિકારી તરીકે ફરજો બજાવશે.


પાલિકા અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાત ભ૨માં સર્વ પ્રથમ વખત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ તેમજ વડોદરા કલેક્ટર અનિલ ધામેલીયા દ્વારા શનિવાર ના રોજ સર સયાજીરાવ નગરગૃહ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા પાલિકાના વિવિધ શાખાના કર્મચારીઓ, આમ કુલ મળી પ્રથમ તબક્કામાં ૮૫૦ અને આગામી સમયમાં અન્ય ૪૦૦ જેટલા મ.ન.પા.ના કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવશે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં આગામી ૪ રવિવાર સતત BLO તરીકેના સહાયક તરીકે મ.ન.પા.ના કર્મચારીઓ કામ કરશે. જેથી કામગીરી વહેલી તક પૂર્ણ થઈ શકે. ઉપરાંત કર્મચારીઓના હુકમ કરી સ્પેશીયલ ઇન્ટેન્સીવ રીવીઝન (SIR)માં ક૨વાની થતી કામગીરી અંગેની વિવિધ માહિતી/સુચનો તેમજ કામગીરી સચોટ અને સમય મર્યાદામાં પુર્ણ ક૨વા માહિતગાર ક૨વામાં આવ્યા.

Reporter: admin

Related Post