News Portal...

Breaking News :

કલેક્ટર ચૂંટણી અધિકારી પણ છે તો કલેક્ટર કચેરીમાં સાંસદની અંગત કચેરી રાખી શકે જ નહી

2025-07-02 10:15:35
કલેક્ટર ચૂંટણી અધિકારી પણ છે તો કલેક્ટર કચેરીમાં સાંસદની અંગત કચેરી રાખી શકે જ નહી


સાંસદની કચેરી ક્રેડાઇના કરપ્શનની કચેરી બની જાય તે પહેલા બંધ કરવા માગ 



વડોદરાના કલેકટર કચેરી બિલ્ડીંગમાં ગેરકાયદેસર રીતે બનેલી સાંસદ ની કચેરી ક્રેડાઇ ના કરપ્શન નું કેન્દ્ર બની જાય તે પહેલા દુર કરવા  શહેર ની વિશ્વામિત્રી બચાવો સમિતીએ માંગ. કરી કલેક્ટરને પત્ર લખ્યો છે. વિશ્વામિત્રી બચાવો સમિતીએ જણાવ્યું છે કે જીલ્લા કલેક્ટર ની ફરજ જીલ્લા ચુંટણી અધિકારી તરીકે પણ હોય છે, ત્યારે રાજકીય પક્ષ ના પ્રતિનિધિ તરીકે સાંસદ પોતાની અંગત કચેરી, જીલ્લા ચુંટણી અધિકારીની બાજુમાં રાખી શકે નહી. વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીને કલેક્ટરને પત્રમાં જણાવ્યું છે કે કલેકટર કચેરી ના અધિકારીઓ, વડોદરામાં કિંમતી જમીનો ને સરકારમાંથી ક્ષતિ દુર કરવા માટે સર્વેસર્વા તરીકે પ્રખ્યાત બનેલા ક્રેડાઇ ના પૂર્વ ચેરમેન એવા બિલ્ડરની ઓફિસે જઈ મોટી રકમ ની લેતીદેતી કરતા હોવાની ખુબ શરમજનક વાત છે, મુળ તો વડોદરા ના કલેક્ટર ની કચેરી માં કોઈ ચુટાયેલા પ્રતિનિધિ પોતાની રાજકીય ખાનગી કચેરી બનાવી શકે તેવું કાયદા માં ક્યાય પ્રાવધાન નહિ હોવા છતાય વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પોતાની વિશાળ અને આલીશાન કચેરી કલેકટર બિલ્ડીંગ માં બનાવી દીધેલ છે અને તેનું મેઈન્ટેનન્સ, વીજળીબીલ સહીત ના ખર્ચ સરકાર ને માથે નાખેલ છે.  વડોદરા ના સાંસદ પણ ક્રેડાઇ વાળા બિલ્ડરો સાથે યેનકેન પ્રકારે સંકળાયેલા છે તે સાંસદની ચુંટણી માં જગજાહેર દેખાયેલું.  સામાન્ય રીતે સાંસદ પાસે નાગરીકો પોતાની સ્થાનિક સમસ્યા માટે જ મુલાકાત કરતા હોય છે. 



સાંસદનો મોટાભાગનો મત વિસ્તાર વડોદરા શહેર માં આવેલો છે, તેમાં જો વડોદરા શહેરના નાગરિકોની સમસ્યા હોય તો વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન માંથી હલ થઇ શકે અને જો જીલ્લા ની હોય તો જીલ્લા પંચાયત માંથી હલ થઇ શકે છે તો સાંસદે પોતાની કચેરી વડોદરા કોર્પોરેશન માં કે જીલ્લા પંચાયત માં નહિ ખોલી ને કલેકટર કચેરી કે જ્યાં કિંમત જમીનોનું કલીયરન્સ થતું હોય તેવા વડોદરા ના કલેકટર બિલ્ડીંગ માં શા કારણે ખોલેલી છે, કયા ઈરાદે ખોલેલી છે, કોની પરવાનગી થી ખોલેલી છે, તે મોટી શંકા છે.  આમ તો વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનની માલિકીના સમા ખાતેના કિંમતી પ્લોટ ઉપર કબજો કરી વડોદરા કોર્પોરેશન સામે કોર્ટ દાવો કરનાર પણ સાંસદ સાથે અનેક ઠેકાણે સાથે ને સાથે જોવા મળે છે ત્યારથી નગરજનો ને શંકા છે,. વડોદરા ના કલેક્ટર જીલ્લા ચુંટણી અધિકારી તરીકે ની પણ ફરજ બજાવે છે. ઈલેક્શન કમીશન ઓફ ઇન્ડિયા પોતાની વેબ સાઈટ ઉપર ફ્રી એન્ડ ફેયર ચુંટણી એટલે કે મુક્ત અને ન્યાયિક ચુંટણી યોજવા માટે કાર્યરત હોવાનું દર્શાવે છે. આવા સંજોગો માં ચોક્કસ રાજકીય પક્ષ ના હિતેચ્છુ એવા સાંસદ પોતાની કચેરી જીલ્લા ચુંટણી અધિકારી ની બાજુ માં કેમની રાખી શકે...?  જો જીલ્લા ચુંટણી અધિકારી પોતાની કચેરી ની બાજુમાં કોઈ રાજકીય પક્ષ ના સાંસદ ની કચેરી બનાવવા દેશે તો ઈલેક્શન કમીશન ઓફ ઇન્ડિયા દાવો કરે છે તે મુક્ત અને ન્યાયિક ચુંટણી કેમની દર્શાવશો...આ સાથે અમારી માંગ છે કે કલેકટર કચેરી માં વડોદરા ના સાંસદ દ્વારા બનાવેલી પોતાની કચેરી તાત્કાલિક અસરથી બંધ કરવાની તમામ કાર્યવાહી કરો.

Reporter: admin

Related Post