વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે ઉપરવાસમાં પણ પડેલા વરસાદને કારણે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે બે કાંઠે વહી રહી છે.

રાજ્યમાં ચાર અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે.જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે હતી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.શહેરમાં બે દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. સોમવારે રાત્રિના આઠ વાગ્યા સુધીમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જ્યારે શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે બે કાંઠે વહેતી જોવા મળી હતી.


Reporter: admin







