વડોદરા:ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. વીતેલા એક સપ્તાહમાં એસએસજી હોસ્પિટલમાં 19 ડેન્ગ્યુના અને દરરોજ પાંચથી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે.

સ્માર્ટ સિટી વડોદરામાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દરરોજના ઓપીડીમાં 1800 થી 2000 દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.

બીજી તરફ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 19 કેશો નોંધાયા છે જ્યારે દરરોજના પાંચથી વધુ ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે.ત્યારે આ અંગે એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી હતી.


Reporter: admin







