આચાર્ય મહારાજના આ સંકલ્પ અભિયાનને વેગવંતુ બનાવવા ડિસેમ્બર 2013 જુનાગઢમા ઉજવાયેલ 730 કરોડ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમા પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજશ્રીની હાંકલથી 21900 હરિભક્તોએ ચક્ષુદાન અને 332 હરિભક્તોએ દેહદાનનો સંકલ્પની નોંધણી માત્ર એક કલાકમા થઈ હતી. આ સંકલ્પને ગોલ્ડન બૂક ઓફ વલ્ડ રેકોર્ડમા સ્થાન આપવામા આવ્યુ હતુ. હરિભક્તોએ ચક્ષુદાન અને દેહદાનના માધ્યમથી ભક્તિભાવ પ્રગટ કર્યો હતો.વડોદરા શહેર જીલ્લામાથી 6,000 થી પણ વધારે હરિભક્તોએ ચક્ષુદાન અને 18 હરિભક્તોએ દેહદાન માટે નોંધણી કરાવી હતી. તે અંતર્ગત ગઈકાલે વડોદરાનાં છાણી ગામમા આવેલ શ્રી સ્વામિનારાયણ ફળીયામા રહેતા ખુશાલભાઈ દલસુખભાઈ વણકર (મિસ્ત્રી) નુ નિધન થતા તેમના દીકરા દિનેશભાઈ મિસ્ત્રીએ પિતાના ચક્ષુનુ દાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ વડતાલ શાખા વડોદરાના રૂપેશ શશીકાંત સથવારાના સહયોગથી ડો. ઈન્દુમતી ટી. પટેલ આઈ બેંકને કરવામાં આવ્યુ હતું.
એકજ પરિવારના ત્રણ સભ્યોએ ચક્ષુ દાન કર્યું.શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વ જીવ હિતાવહ સિદ્ધાંતને ચરિતાર્થ કરતા તેમજ પોતાના ગુરૂ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વચને દિનેશભાઈ ખુશાલભાઈ મિસ્ત્રીના પરિવારના ત્રણ સભ્યોએ ચક્ષુ દાન કરીને છ લોકોને નવી રોશની પ્રદાન કરી છે.દિનેશભાઇની માતા મણીબેનનુ અવસાન વર્ષ 2015 થતા તેઓના આંખોનું દાન કરવામાં આવ્યું હતુ.દિનેશભાઇની બહેન લતાબેન રમણભાઈ પરમારનુ 2022મા રોડ અક્માતમાં નિધન થતા તેઓનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતુ. ગઈકાલે પિતા ખુશાલભાઈનુ અવસાન થતાં તેઓની આંખોનું દાન કરવામાં આવ્યું હતુ. એકજ પરિવારના ત્રણ સભ્યોનુ ચક્ષુ દાન કરાવીને દિનેશભાઇ મિસ્ત્રીએ સમાજ માટે ઉત્તમ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
અખિલ ભારતિય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ વડતાલ શાખા વડોદરા દ્વારા વધુમાં વધુ લોકો ચક્ષુદાન અને દેહદાન કરે તેવો પ્રયાસ કરાઈ રહ્યો છે. સમાજમાં આ અંગે જાગૃતિ લાવવાનો મંડળ દ્વારા કાર્યક્રમો યોજાય છે. સમાજનો પ્રત્યેક વ્યક્તિ ચક્ષુદાનનો સંકલ્પ કરે તો ભારત દેશનો એકપણ વ્યકિત દ્ષ્ટીહિન ના રહે અને તે માટે અમે પ્રયાસ શરુ કરી દીધા છે.
Reporter: News Plus