News Portal...

Breaking News :

કોર્પોરેશનના શોપિંગ સેન્ટરની દુકાનોના માલિકો ભાડું ન ભરાતા સીલ મરાયું

2025-05-08 16:20:26
કોર્પોરેશનના શોપિંગ સેન્ટરની દુકાનોના માલિકો ભાડું ન ભરાતા સીલ મરાયું



વડોદરા :શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ કોર્પોરેશનના શોપિંગ સેન્ટરની દુકાનોના માલિકો દ્વારા લાંબા સમયથી ભાડું ન ભરાતા સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. 



વડોદરા પાલિકાની માલિકીના ઘણા શોપિંગ સેન્ટર ખાતે દુકાનો તથા અન્ય મિલકતો ભાડે લઈ ભાડું આ તો સમયસર યોગ્ય ભાડું આપતા નથી આ મામલે પાલિકા તંત્ર વારંવાર તેઓને નોટીસ તેમજ રિમાઇન્ડર પાઠવતું આવ્યું છે. થોડા સમય પૂર્વે તેના કારણે થોડા સમય પૂર્વે પૂર્વા શાકમાર્કેટના ઓટલા પતરાથી સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ત્યારે આજરોજ માર્કેટ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલની આગેવાનીમાં પાલિકા તંત્ર એ પાણીગેટ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે 


ડોક્ટર વિજય પંચાલના જણાવ્યા પ્રમાણે અહીં બાકી ભાડા મામલે ભાડુઆતોને વારંવાર સૂચના અને નોટિસ આપી હોવા છતાં તેઓ દ્વારા બાકી ભાડું ચૂકવાતું ન હતું જેથી આજે અહીંની આઠ દુકાનો સીલ કરવામાં આવી છે તબક્કાવાર શહેરના અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

Reporter: admin

Related Post