થાઇલેન્ડ: બેંગકોકના બજારમાં ગોળીબાર, 5 લોકોની હત્યા કરી હુમલાખોરે ખુદને ગોળી મારી દીધી હતી.થાઇલેન્ડના પાટનગર બેંગકોકના એક બજારમાં માસ શૂટિંગની ઘટના સામે આવી છે જેમાં એક હુમલાખોરે ગોળીબાર કરતા 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તે બાદ ખુદને ગોળી મારી હતી.
પોલીસ અધિકારી અનુસાર, સોમવારે હુમલા બાદ હુમલાખોરે પોતાનો જીવ લઇ લીધો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી અનુસાર મૃતકોમાં 4 પોલીસ કર્મી હતા અને એક મહિલા હતી.બેંગકોકના બૈંગ સૂ જિલ્લામાં આ ઘટના બની હતી. પોલીસ અધિકારી અનુસાર, "પોલીસ હુમલા પાછળના અર્થની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ એક સામુહિક ગોળીબાર (માસ શૂટિંગ) છે. ફાયરિંગ બાદ હુમલાખોરે પોતાનો જીવ લઇ લીધો હતો અને પોલીસ તેની ઓળખનું કામ કરી રહી છે.
સાથે જ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધની લિંકની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ હુમલો ચાતુચક બજારથી થોડા દૂર ટોર કોર માર્કેટમાં થયો હતો, જે બેંગકોકનું મુખ્ય પ્રવાસન સ્થળ છે અને દર વિકેન્ડ ટૂરિસ્ટથી ભરેલું રહે છે. ટોર કોર માર્કેટમાં ખેડૂતો સાથે જોડાયેલી પ્રોડક્ટની સાથે લોકલ ભોજન મળે છે. થાઇલેન્ડમાં માસ શૂટિંગની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. અહીં બંદૂકો આસાનીથી ખરીદી શકાય છે.
Reporter: admin







