News Portal...

Breaking News :

શોધગંગા એટલે ભારતીય થીસીસ અને શોધ નિબંધોનો અખુટ જ્ઞાનભંડાર

2024-06-28 17:26:35
શોધગંગા એટલે ભારતીય થીસીસ અને શોધ નિબંધોનો અખુટ જ્ઞાનભંડાર



સંશોધન એટલે કે નવા જ્ઞાનનું સર્જન કરવુ અથવા છુપાયેલા સત્યને શોધવું. સંશોધન મનુષ્ય જીવનમાં જ્ઞાનના વિસ્તરણ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. નવા સંશોધનો થકી નવી શક્યતાઓને લોકો સુધી પહોચાડવા માટે ભૂતકાળમાં થયેલા સંશોધનો માંથી પ્રાપ્ત થયેલ પરિણામો સંશોધકો માટે હોકાયંત્ર તરીકેનું કામ કરતા હોય છે.દેશના સંશોધકો તથા વાચકવર્ગને સંશોધન માટે માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્વારા 'શોધગંગા - ભારતીય થીસીસ અને શોધ નિબંધોનો જ્ઞાનભંડાર' એવા ઓપન સોર્સ ડિજિટલ સોફ્ટવેરની રચના કરવામાં આવી છે. જેમાં દેશના તમામ એમ.ફીલ. અને પીએચ.ડી પુરસ્કૃત સંશોધકોના થીસીસ અને શોધ નિબંધનું ઈલેક્ટ્રોનિક વર્ઝન ડિજિટલ સોફ્ટવેર પર ઉપલબ્ધ કરવામાં આવે છે. 


શોધગંગા માં શબ્દ "શોધ" એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ સંશોધન થાય છે જ્યારે "ગંગા" શબ્દ ભારતની પવિત્ર નદી અને જેનુ મૂળ ભારતીય સંસ્કૃતિમાં છે તે દર્શાવે છે. જેમાં શોધગંગાને ભારતીય બૌદ્ધિક સંપદા અને જ્ઞાન શક્તિના અખૂટ સમુદ્ર તરીકે દર્શાવાયું છે. દેશમાં યુવા સંશોધકો ધ્વારા કરવામાં આવતા જાહેરનીતિ, ભાષા સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજીક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજનિતી, કાયદકીય, કૃષિ અને માનવ કલ્યાણ જેવા અનેક વિષયો પર કરવામા આવતા સંશોધનો આજે દેશના સર્વાંગી વિકાસમાં અને લોકજીવનમાં સુધારો લાવવામાં સિંહફાળો આપી રહ્યા છે. આ તમામ સંશોધનોનુ યોગ્ય મુલ્ય આંકતા લોકો અને સંશોધકો સુધી પહોચાડવા માટે વર્ષ ૨૦૦૯માં યુ.જી.સી.ના પરિપત્ર અનુસાર ભારતની તમામ કોલેજને એમ.ફીલ અને પીએચ.ડી. ની સોફ્ટકોપી INFLIBNET પર સબમિટ કરવાના નિયમ સાથે ફરજિયાત કરવામાં આવ્યું છે. શોધગંગાનો હેતુ પ્રાકૃતિક ઇન્ટરફેસ થકી થીસીસ અને શોધ નિબંધને સબમિટ કરવા, શોધવા, બ્રાઉઝ કરવા અને ડાઉનલોડ કરવા માટેનો ભારતીય કોલેજોનો એક રાષ્ટ્રીય સ્ટોર બનાવવાનો છે. શોધગંગા પર સંશોધક સંશોધનના વિષયને લગતી માહિતી શોધવામાં સરળતા રહે તે માટે શોધપ્રશ્નનો વિષય, મથાળુ, યુનિવર્સિટીનુ નામ, વિભાગનુ નામ અને કિવર્ડથી પણ થિસિસ શોધવાની સુવિધા પુરી પાડે છે. બીજી તરફ શોધગંગા અગાઉ થયેલા તમામ સંશોધનો એક જગ્યાએ એકત્ર કરતું હોવાથી  અર્થહીન, ડુપ્લીકેટ અને પુનરાવર્તન સંશોધનના કારણે થતા માનવબળ, નાણાં અને સંપત્તિના બગાડ થતો રોકે છે. વધુમાં પ્રાપ્ત થયેલ શોધ સાહિત્ય ' શોધશુદ્ધિ ' સોફ્ટવેર માંથી પસાર થઈને આવતું હોવાથી પ્લેજિયારિસમ એટલે કે સાહિત્ય ચોરી મુક્ત હોય છે. 


શોધગંગા વિશ્વવ્યાપી સંશોધન વિદ્વાનો સમક્ષ ભારતીય સંશોધનો ખુલ્લા મૂકીને અન્ય દેશો ભારતીય સંશોધન શક્તિથી અવગત કરવા માટેની પહેલ છે. ભારતભરમાં ગુજરાત રાજ્યના ગાંધીનગર સ્થિત INFLIBNET ના એકમાત્ર કેન્દ્ર ખાતે શોધગંગાનું સંચાલન અને દેખરેખ INFLIBNET સેન્ટર દ્વારા DSpace નામના ઓપન-સોર્સ કોમ્પ્યુટરાઈઝ્ડ સ્ટોર પ્રોગ્રામનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. DSpace એ MIT (Massachusetts Founded of Innovation) દ્વારા Hewlett-Packard (HP) સાથે મળીને બનાવવામાં આવ્યું છે. Dspace કોમ્પ્યુટરના ઉપયોગથી શોધગંગાનો ઉપયોગ કરનાર તમામ મહાવિદ્યાલયો પીએચ. ડી અને એમ.ફિલ સંશોધક તેમના સંશોધનને વધુ નક્કર અને વિશેષ બનાવવામાં અન્યને મદદ કરવા માટે આ પ્લેટફોર્મ પર તેમની થીસીસ અથવા ટર્મ પેપર સબમિટ કરીને કમ્પ્યુટરાઈઝડ સ્ટોરમાં પોતાનુ યોગદાન આપી શકે છે. ઇલેક્ટ્રોનિક થીસીસની ઓનલાઇન સુલભતા, દસ્તાવેજીકરણ અને જાળવણી સાથે વિષય અનુરૂપ પૂછપરછના ધોરણ અને ગુણવત્તાને વધારવામાં પણ મદદરૂપ થાય છે. આ અંતર્ગત એમ.ફીલ અને પીએચ.ડી. અભ્યાસક્રમો ચલાવતી સુચિત મહાવિદ્યાલયો MoU હસ્તાક્ષર કરીને કોલેજના INFLIBNET નોડલની નિમણુક કરે છે. ત્યારબાદ INFLIBNET સેન્ટર કોલેજ દ્વારા સબમિટ થીસીસમાં કૉપિરાઇટ અને લખાણ ચોરી સહિત સંશોધન નૈતિકતાના ધોરણોને ધ્યાનમાં રાખીને લખાણને અલગ કર્યા બાદ શોધગંગા પર અપલોડ કરે છે.આજે ભારતભરની ૮૮૬ કરતા વધુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને સેન્ટ્રલી ફંડેડ ટેકનિકલ સંસ્થાઓ સહિત નામાંકીત યુનિવર્સિટીઓ INFLIBNET સાથે MoU હસ્તાક્ષર કરીને જોડાઈ ગઈ છે જેમાંથી ૭૭૪ યુનિવર્સિટીઓ અવનવા સંશોધન થકી નોંધપાત્ર યોગદાન આપી રહી છે. શોધગંગા પર ૫.૩૫ લાખ કરતાં વધુ ગુણવત્તા સભર થીસીસ અને ૧૩,૮૩૩ સીનોપ્સીસ લોકો સમક્ષ મુકાઈ ગઈ છે. વિષયવાર વાત કરીએ તો એન્જિનિયરિંગ ૪૦૪૩૩, કેમિસ્ટ્રી ૩૪૯૫૧, ફિઝિક્સ ૨૪૧૧૧, એજ્યુકેશન ૨૨૮૭૬, કોમર્સ ૨૦૪૦૫, મેનેજમેન્ટ ૧૮૫૬૩, ઇંગ્લિશ ૧૪૮૭૭, ઇકોનોમિકસ ૧૪૫૯૧, હિન્દી ૧૪૦૫૩, બોટની ૧૪૪૧૭, મેથેમેટિક્સ ૧૨૮૭૭, ઝૂલોજી ૧૨૭૪૬, કમ્પ્યુટર સાયન્સ ૧૧૬૦૮, હિસ્ટરી ૧૦૮૭૯, આર્ટસ ૯૩૬૫, બાયો ટેકનોલોજી ૮૧૦૬, સંસ્કૃત ૭૬૨૦, સોશ્યોલોજી ૭૩૧૬, પોલિટિકલ સાયન્સ ૬૭૧૨ અને સાયકોલોજી વિષયના ૬૩૨૭ થેસિસ ઉમેરાયા છે. જ્યારે ૨૬ રીસર્ચ પ્રોજેક્ટ, ૪૭ પીડીએફ અને ૫ ફેલોશિપના રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા છે.  શોધગંગા , INFLIBNET સેન્ટર દ્વારા સાચવવામાં આવતો સંશોધનરૂપી બૌદ્ધિક સંપદાનો એક વિશાળ જ્ઞાન શક્તિનો ભંડાર બની ગયો છે.  શોધગંગાને સરકારી ડિજિટલ પહેલને પ્રોત્સાહન આપતી ઉભરતી સંસ્થા તરીકે વોશિંગ્ટન ડીસી ખાતે યોજાયેલ ધ NDLTD લીડરશીપ એવોર્ડ ૨૦૧૭ થી નવાજીત કરવામાં આવ્યુ છે. જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા ઇ-ઇન્ડિયા જ્યુરી ચોઈસ અવોર્ડ ફોર બેસ્ટ ICT એનેબલ્ડ હાયર એજયુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ યર ૨૦૧૧ થી પણ સન્માનિત કરવામાં આવ્યું છે. થીસીસ અને શોધ નિબંધો માહિતીના સમૃદ્ધ અને અનન્ય સ્ત્રોત તરીકે ઓળખાય છે. આ અદ્યતન સંપદાઓ ઓનલાઈન સુલભ બનતા સંશોધન વિશ્લેષકો ના સમય, શક્તિ અને નાણાનો બચાવ કરવા સાથે રીસર્ચ ગેપ શોધવામાં ખુબજ મદદરૂપ થાય છે. આમ શોધગંગા સંશોધનમાં વિશ્વસનીયતા, માન્યતા અને સાતત્યતા સાથે સંશોધન માટેના નૈતિક મૂલ્યો જાળવવામાં ખુબજ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

Reporter: News Plus

Related Post