News Portal...

Breaking News :

શશી થરૂરને 'વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025' એનાયત કરવાની જાહેરાત

2025-12-10 13:52:07
શશી થરૂરને 'વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025' એનાયત કરવાની જાહેરાત


તિરૂવનંતપુરમ: કોંગ્રેસ સાંસદ શશી થરૂરે એક સ્વયંસેવી સમૂહ HRDS ઇન્ડિયાને 'વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025' એનાયત કરવાની જાહેરાત કરી છે. 


પરંતુ, થરૂરે આ એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. કુલ 6 લોકોને આ એવોર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે. શશી થરૂરે તિરૂવનંતપુરમમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, મને મીડિયા રિપોર્ટ દ્વારા જાણ થઈ કે, દિલ્હીમાં પ્રસ્તુત કરવામાં આવેલા આ પુરસ્કાર માટે મને નોમિનેટ કરવામાં આવ્યો છે. 



મને આ જાહેરાત વિશે ગઈકાલે જાણ થઈ, જ્યારે હું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કેરળમાં હતો. મને પુરસ્કાર વિશે ન તો જણાવવામાં આવ્યું હતું અને ન તો મેં તેનો સ્વીકાર કર્યો છે. મારી મંજૂરી વિના નામ જાહેર કરનાર આયોજકો ખૂબ ગેર-જવાબદાર છે.

Reporter: admin

Related Post