News Portal...

Breaking News :

માં શક્તિ ગરબા મહોત્સવ: ૨૫ વર્ષની પારંપરિક ઉજવણી અને આપણાં સાંસ્કૃતિક વારસાની સાચી જાળવણી

2024-09-29 09:32:34
માં શક્તિ ગરબા મહોત્સવ: ૨૫ વર્ષની પારંપરિક ઉજવણી અને આપણાં સાંસ્કૃતિક વારસાની સાચી જાળવણી


નવદુર્ગા ના નવ અલગ અલગ રૂપ ને સમર્પિત નવ દ્વાર અને 'માતાજીના મંદિર' ની થીમ પર અવનવું ઇન્વિટેશન કાર્ડ અને ગ્રાઉન્ડ નુ આધ્યાત્મિક ડેકોરેશન, સંપૂર્ણપણે નોન કોમર્શિયલ નવરાત્રી એટલે માં શક્તિ ગરબા મહોત્સવ. 


ગુજરાત ના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને સમાજસેવક ડૉ. જયેશ ઠક્કર છેલ્લા બે દાયકા થી વધુ વર્ષો થી સંસ્કારનગરી વડોદરા માં આપણાં પ્રાચીન ગરબા નુ આયોજન જે માતાજી ના ગોખ ને ફરતે ગરબા રમવાથી થાય, એક પણ જાહેરખબર અથવા સ્પોન્સરશીપ ના નામે એક પણ રૂપિયા લીધો વગર કરી રહ્યા છે. સતત ૨૫ વર્ષ થી થતું આ સૌથી મોટું નોન કોમર્શિયલ નવરાત્રીનુ આયોજન છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે નવરાત્રી ના પ્રથમ નોરતે માતાજી નું ઢોલ તાશા અને લેઝીમ સાથે પરંપરાગત અને ભવ્ય આગમન યાત્રા નું આયોજન પણ કરવામાં આવે છે જે ત્રીજી ઓકટોબરના સાંજે ૪ વાગે ઝાંસી કી રાની સર્કલથી નીકળી સમતા ગરબા ગ્રાઉન્ડ, સુભાનપુરા સુધી જશે.આ વિશે વાત કરતા ડૉ શ્રી જયેશ ઠક્કર જણાવે છે કે, "નવરાત્રી એટલે માતાજી અને શક્તિ નો તહેવાર અને એ સાચા અર્થ માં ત્યારેજ સાર્થક થાય જ્યારે મારી ગુજરાત ની બહેન દિકરીઓ એનો નિઃશુલ્ક લાભ લઇ શકે. અમે બહેનો પાસેથી પાસ ના નામે કોઈ પૈસા લેતા નથી અને એ લાખો શક્તિ સમાન યુવતીઓના આશીર્વાદથી જ અમે આટલા મોટા પાયે કોઈ પૈસો લીધા વગર નિર્વિઘ્ને સફળતાપૂર્વક આયોજન કરવાના ૨૫માં વર્ષ માં પહોચ્યા છીએ.આ સાથે જ પાસ ના પૈસા નહી પણ સુવિધા અને સુરક્ષા માં કોઈ કમી નહી. પ્રતિષ્ઠિત એવી ગ્લોબ સિક્યોરિટી ના બાઉન્સર અને વુમન સિક્યોરિટી ગાર્ડ, ૫૫૦૦ થી ૬૦૦૦ વાહનોનું પાર્કિંગ, વોશરૂમ ની સુવિધા, અને રોજ ઇનામો તો ખરા જ."૨૫ વર્ષ ની વિશેષ ઉજવણી ના ભાગરૂપે આઠમ અને નોમે પારંપરિક તેમજ આધુનિક આયોજન નો સમન્વય. આ વિશે વધુ માં જણાવતા આયોજક જયેશ ઠક્કર કહે છે,


 'આઠમે મહાઆરતી માં ૧૦૮ દીવા ની એક, એવી આઠ આરતી, માં શક્તિ ગરબા ની આકૃતિવાળી ૧૦૦૧ દીવા ની આરતી અને શેષનાગ ની ૫૦૧ દીવાની આરતી કરવાનું આયોજન છે. જેમાં માતાજી ની મહાઆરતી અને ભક્તિ માં જોડાવવા વડોદરા ની જનતા ને ખરા દિલ થી આમંત્રણ આપુ છું.અને નવરાત્રી ની પૂર્ણાહુતિમાં નવમી એ એક ૧૫ મિનિટ નો વિશેષ ડ્રોન શૉ નો કાર્યક્રમ જેમાં 'માં શક્તિ ગરબા ના ૨૫ વર્ષ' ને ઉજવવા JS aerial solutions Pvt Ltd દ્વારા રજૂ કરવામાં આવશે જેને નિહાળવા સૌ વડોદરાવાસીઓ ને જાહેર આમંત્રણ પાઠવું છું.'આ ડ્રોન શોના હાઇલાઇટ્સમાં પરંપરાગત ગરબા ડાન્સર્સ, દાંડિયા ની લાકડીઓ થી "25" નંબરની રચના આકાશમાં સર્જીત કરાશે, જે લાઇવ મ્યુઝિકના બીટ્સ સાથે સંપૂર્ણ રીતે સમન્વયિત હશે. જાણીતા કલાકારો અને શહેર ના આગેવાનો આ ઉજવણી માં હાજર રહેવાના છે.જાણીતા ગાયક અચલ મહેતા અને રિષભ ગ્રુપ ના કૌશિક મિસ્ત્રી ની સંગીતમય બેલડી, લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પામેલ માં શક્તિ ગરબા મહોત્સવનુ આંગણું અને સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટના જયેશ ઠક્કર નુ વડોદરા ને આ વિશ્વ ના સૌથી મોટા નોન કોમર્શિયલ ગરબા આયોજનના ૨૫માં વર્ષ ની ઉજવણી અને માતાજીની ભક્તિ માં જોડાવવા ભાવભર્યું આમંત્રણ છે

Reporter: admin

Related Post