News Portal...

Breaking News :

સ્વામિનારાયણ સંસ્કાર મંદિર દ્વારા શાકોત્સવનું આયોજન

2025-12-22 10:50:12
સ્વામિનારાયણ સંસ્કાર મંદિર દ્વારા શાકોત્સવનું આયોજન


આજથી 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે લોયા ગામ ખાતે રીંગણનું શાક અને બાજરીના રોટલા તેમના સ્વહસ્તે બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. 



200 વર્ષ પૂર્વે શરૂ થયેલી આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના ભાવ સાથે સતત આગળ વધી રહી છે. જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશેષ શાકોત્સવ ઉજવાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે. જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા શાકોત્સવની આ પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે. 


આજે આધુનિક યુગમાં પણ એ જ ભાવ સાથે આગળ વધી રહી છે શિયાળા દરમિયાન રીંગણની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે વધુમાં આ દિવસો દરમિયાન તમામ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી ધાર્મિક અને સામાજિક સ્થાનોમાં પણ આ જ પ્રકારે શાકોત્સવનું આયોજન કરીને 200 વર્ષ પહેલાની આ પરંપરાને ધાર્મિક ભાવ અને એકતા સાથે મનાવવામાં આવે છે. ત્યારે આજે સ્વામિનારાયણ સંસ્કાર મંદિર માંજલપુર-વડોદરા આયોજીત માંજલપુરમાં આજે શાકોત્સવ યોજાયો હતો જેમાં માંજલપુર મણીનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આજે રવિવારે દિવ્ય-ભવ્ય શાકોત્સવમાં ૪૦ સંતો સહિત ૮૦૦૦ સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાકોત્સવના પ્રેરક શાસ્ત્રી શુક વલ્લભ દાસજી સ્વામીજીએ ઉલ્લેખ્યું હતું કે હરિની સ્મૃતિને તાજી કરતા શાકોત્સવમાં ૭૦૦ કિલો રીંગણ, ૫૦૦ કિલો અન્ય શાકભાજી, ૫૦૦ કિલો રોટલા, વઘારેલી કાજુ ખિચડી-કઢી સહિત અન્ય વ્યંજનોનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવી હતી. 

Reporter: admin

Related Post