News Portal...

Breaking News :

ભાદોલ મુકામે ગજ્જર સુથાર 66 ગોળ સમાજના સાત નવ દંપતીએ પ્રભુતાના ડગ માંડ્યા

2025-02-28 12:18:15
ભાદોલ મુકામે ગજ્જર સુથાર 66 ગોળ સમાજના સાત નવ દંપતીએ પ્રભુતાના ડગ માંડ્યા


વડોદરા : ગજ્જર સુથાર 66 ગોળ સમાજના 7 નવદંપતિએ પ્રભુતામા પગલા માંડ્યા છે. આ સમૂહલગ્નોત્સવમાં સમાજે નવી પહેલ કરી પાંચ સંકલ્પ કર્યા છે.



તા 23/2/25 ને રવિવારના રોજ શ્રી ઉમિયા સંસ્થાન ભાદોલ મુકામે ગજ્જર સુથાર 66 ગોળ સમાજના સાત નવ દંપતીએ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં ભવ્ય લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં દાતાઓની મદદથી સોના-ચાંદીના દાગીના ઘર વપરાશની તમામ વસ્તુઓ દીકરીઓને કન્યાદાનમાં ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ઘણી બધી વિશેષતા જોવા મળી હતી. જેમાં દીકરા અને દીકરીઓના આગમન સમયે આકાશમાંથી પુષ્પ વર્ષા, ડોલીમાં દીકરીઓનું આગમન, નાસીક ઢોલ સાથે વરરાજાનું આગમન, લગ્ન ગીત, આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ, વિશાળ મંડપ વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે ભોજન ની અલગ વ્યવસ્થા, સવારે ચા નાસ્તો અને બપોર ભોજન તેમજ સાંજે આઈસ્ક્રીમ આપવામાં આવી હતી. 


દાતાઓના સન્માન સમારંભ માટે સ્ટેજ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ નું શોસ્યલ મીડિયા થી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.આ સાથે સમાજે એક નવી પહેલ ની શરૂઆત કરી હતી જેમાં સમાજના આવનારા તમામ સભ્યોએ પાંચ સંકલ્પ કર્યા હતા, 1- હું અન્નનો બગાડ નહીં કરું ,2- હું દીકરા દીકરીમાં ભેદભાવ નહીં રાખું , 3- હું કચરો કચરાપેટીમાં જ નાખીશ , 4- હું વીજળી પાણીની બચત કરીશ ,5- હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ આમ રાષ્ટ્ર અને સમાજના હિત માટેના આ પાંચ સંકલ્પો લેવાનો નવતર પ્રયોગ લગ્નોત્સવ માં કરવામાં આવ્યો હતો.આ સાથે સમાજના સભ્યો માટે ફ્રી મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આંખની તપાસ, બીપી ડાયાબિટીસ, એક્સરે પાડવામા આવ્યા હતા તેમજ વિના દવા અને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર લગ્નોત્સવ સમાજના દરેક વ્યક્તિનો સહયોગ મળ્યો હતો. આ સાથે આવનારા 46 માં લગ્નોત્સવ ના દાતાઓની ઉછામણી પણ કરવામાં આવી હતી. તેમજ સમાજના નવા માહિતીગ્રંથના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. વિશ્વકર્મા પ્રગતિ મંડળ કલોલના પ્રમુખ જગદીશભાઈ કુબેરદાસ ગજ્જર, ઉપપ્રમુખ પ્રવીણભાઈ ગજ્જર, મંત્રી રાજુભાઈ ગજ્જર, કારોબારી સમિતિ ,સલાહકાર સમિતિ, લગ્ન સમિતિ તેમજ જય વિશ્વકર્મા સંગઠન સમિતિના સભ્યોનો સહયોગ મળ્યો હતો.આ સમગ્ર સહયોગ બદલ પ્રમુખએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

Reporter: admin

Related Post