ગોંડલ: મારામારીના કેસમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થઈ ગયું છે. જુનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્ચે થયેલી બબાલ બાદ વિવાદ છેડાયો હતો.
મારામારીના કેસમાં ગણેશ જાડેજા જેલમાં ગયા હતા.બુધવારે ગોંડલમાં ધારાસભ્યના બંગલામાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થયું હતું. દલિત સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થયું હતું.આ બાબતે રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજુ સખીયા દ્વારા 35 લાખના આરોપ પર રાજુ સોલંકીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે તે સમયે થયેલ ફરિયાદ ખોટી ન હતી. તે બનાવ બન્યો હતો. પણ સામાજિક શાંતિ માટે એક જ રસ્તો હતો. આ જે સમાધાન કરવામાં આવ્યું છે તે કોઈ પણ લાલચ, દબાણ હેઠળ કરવામાં આવ્યું નથી.
Reporter: admin







