મંડળ રેલવે મેનેજર ઓફિસ-પ્રતાપનગર, વડોદરા મંડળમાં તારીખ 28.06.2024 ના રોજ વર્ષનો 6ઠ્ઠો સેવા નિવૃત્તિ તથા અનુકંપા નિમણૂંકપત્ર વિતરણનો પહેલા કાર્યક્રમનું સફળતા અને ઉત્સાહપૂર્ણ આયોજન કોન્ફરન્સ હૉલ (સભા ભવન) માં કાર્મિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું
જેમાં રેલવેના વિવિધ વિભાગથી 26 ( 21 પુરૂષ + 5 મહિલા) સેવાનિવૃત્ત કર્મચારીઓ (જેમાંથી 2 સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લેનારા પણ હતા) ને મંડળ રેલવે મેનેજર મહોદય જીતેન્દ્ર સિંહ, સિનિયર મંડળ કાર્મિક અધિકારી સુનીલ બિશ્નોઈ તથા અન્ય અધિકારીઓની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં, મંડળ રેલવે મેનેજર મહોદય જીતેન્દ્ર સિંહના વરદ હસ્તે સેવાનિવૃત્ત કર્મચારીઓને તેમના સેવા નિવૃત્તિ લાભ અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા. સેવાનિવૃત્તિ કાર્યક્રમની સાથે સાથે વડોદરા મંડળમાં પહેલી વાર અનુકંપાના આધારે નિમણૂંક મેળવનારા 4 કર્મચારીઓને મંડળ રેલવે મેનેજર મહોદય જીતેન્દ્ર સિંહના દ્વારા નિમણૂંક પ્રમાણ પત્ર આપવામાં આવ્યા. સેવાનિવૃત્તિના આ કાર્યક્રમમાં મંડળ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંહ અને સિનિયર મંડળ કાર્મિક અધિકારી સુનીલ બિશ્નોઈના સાન્નિધ્યમાં જૂન 2024 મહિનામાં સેવાનિવૃત્ત થયેલા 7 કર્મચારીઓને “દુર્ઘટના મુક્ત સેવા પુરસ્કાર“ ના પ્રમાણ પત્ર પણ આપીને સન્માનિત કરવામાં આવ્યા.
મંડળ રેલવે મેનેજર મહોદય જીતેન્દ્ર સિંહ એ સેવાનિવૃત્ત થઈ રહેલા તમામ કર્મચારીઓ સાથે એક-એક કરીને વાર્તાલાપ કર્યો. જેમાં તેમની રેલવે સેવાના અનુભવ શેર કરવામાં આવ્યા તથા સેવા નિવૃત્તિ પછીની જીવનચર્યા અને યોજના વિશે ચર્ચા થઈ. આની સાથે જ સેવાનિવૃત્તિ પર મળનારી રકમનું યોગ્ય અને સુરક્ષિત રોકાણ અને બચત માટે પણ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા આગળના જીવન માટે શુભેચ્છાઓ આપવામાં આવી. આ અવસર પર સિનિયર મંડળ કાર્મિક અધિકારી સુનીલ બિશ્નોઈ તથા અન્ય સિનિયર વિભાગીય અધિકારી, બેંક ઓફ બરોડા અને ભારતીય જીવન વીમા નિગમના પ્રતિનિધિઓ દ્વારા સેવાનિવૃત્ત રેલવે કર્મચારીઓને તેમની મૂડીના યોગ્ય અને સુરક્ષિત રોકાણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
Reporter: News Plus