મુંબઈ : ભારતીય સ્ટોકમાર્કેટમાં જોરદાર ધોવાણ થયું છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 1,800 પોઈન્ટ અને નિફ્ટીમાં 550 પોઈન્ટનો કડકો બોલાઈ ગયો હતો.
ટ્રેડિંગ સત્ર દરમિયાન હેવી જાયન્ટ સ્ટોકમાં પણ કડાકો નોંધાયો હતો, પરંતુ માર્કેટમાં અમુક સ્ટોકમાં જોરદાર લેવાલી રહી હતી. મુંબઈ સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના ઈન્ડેક્સમાં જોરદાર કડાકો નોંધાયો હતો.ઈરાન-ઈઝરાયલની વચ્ચે વધતા તણાવ, ક્રૂડ ઓઈલના ભાવની ઊંચી કિંમત, માર્કેટ નિયામક સેબી દ્વારા ફ્યુચર એન્ડ ઓપ્શન માટે નવા નિયમો લાવવાની સાથે વિદેશી રોકાણકારો માટે વેચવાલી અને વિદેશી રોકાણકારોના ચીની માર્કેટ તરફી ઝૂકાવનું પરિબળનો પણ સમાવેશ થાય છે. વિદેશી પરિબળોમાં જેફરીઝના ક્રિસ વુડે ભારતમાં પોતાનું વેટેજ એક ટકા ઘટાડ્યું છે, જ્યારે ચીન પર પોતાનું બે ટકાનું વેઈટેજ વધાર્યું છે.
Reporter: admin