વડાપ્રધાન મોદીને રાજકારણમાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે મોદી સંઘના વિભાગીય પ્રચારક હતા ત્યારે મધુભાઈ ગુજરાત પ્રાંતિય પ્રચારક હતા.

RSS પ્રચારક મધુભાઈ કુલકર્ણી ઉંમર વર્ષ 88 નું ગુરુવાર 18 સપ્ટેમ્બર નાં રોજ બપોરે 12:30 વાગે ડૉ. હેડગેવાર સાંભાજીનગર ઓરંગાબાદનું નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજકીય ક્ષેત્રમાં લાવવામાં મધુભાઈએ મૂલ્યવાન ભૂમિકા ભજવી હતી.મધુભાઈએ 60 ના દાયકામાં સંભાજીનગર ઓરંગાબાદમાં સંઘ પ્રચારક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમને ગુજરાત મોકલવામાં આવ્યા હતા. ગુજરાતમાં મધુભાઈ સંઘના નિર્માણમાં સક્રિય રહ્યા હતા.તેમણે સંઘમાં વિભાગીય પ્રાંતીય અને પ્રાદેશિક પ્રચારકનાં મહત્વના મુદ્દા સંભાળ્યા હતા. તાજેતરમાં જ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે અઠવાડિયા પહેલા જ સરસંઘચાલક મોહનજી ભાગવત વ્યક્તિગત રીતે તેમને મળ્યા હતા,અને સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. મધુભાઈનાં પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે છત્રપતિ સાંભાજીનગર સ્થિત સમર્પણ કાર્યાલયમાં રાખવામાં આવ્યા હતા. તેમણે પોતાના શરીરને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમનાં સંકલ્પને પૂરો કરવા માટે શરીરનું દાન અપાયું છે. તેમના પાર્થિવ શરીરને આર.કે ધામાણી મેડિકલ કોલેજના રામચંદ્ર ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે લઈ જવાયું હતું. આરએસએસનો એક સિતારો ખરી પડતાં સ્વયંસેવકોમાં દુઃખની લાગણી પ્રસરી હતી.
મધુભાઈ કુલકર્ણીનો વડોદરા સાથેનો નાતો...
1989માં પૂર્વ મેયર અને પૂર્વ શહેર પ્રમુખ સુનિલ સોલંકી જ્યારે નાની વયે આરએસએસનાં સ્વયંસેવક હતા, ત્યારે તેમના તુલસીવાડીવાળા નાનાં મકાનનાં વરંડામાં RSS નાં સેવાભાવથી પ્રેરાઈને, જરૂરિયાતમંદો માટે નિશુલ્ક દવાખાનું કાર્યરત કરવા માટે જગ્યા ફાળવી હતી. પૂર્વ GPSC ના મેમ્બર અને જે તે સમયના આરએસએસના સ્વયંસેવક ડૉક્ટર સુરેશ પતાણી, પોતાનાં ઘરથી તથા વિજય વલ્લભ હોસ્પિટલથી ચાલતા આવી આ દવાખાનામાં કંઈ પણ મહેનતાણું લીધા વગર સેવા આપતા હતા. આ દવાખાનાનું ઉદ્ઘાટન RSSનાં પ્રદેશ લેવલના હેડ સ્વ.મધુભાઈ કુલકર્ણીએ કર્યું હતું. તેઓએ RSS નાં અદનાં સ્વયંસેવક સુનિલ સોલંકી અને ડોક્ટર સુરેશ પતાણીની સેવાને બિરદાવી હતી.વડોદરાનાં વિભાગીય પ્રચારક હરીશ રાવલ તથા અન્ય સ્વયં સેવકો પણ આ નિશુલ્ક દવાખાનાનાં ઉદ્ઘાટન વખતે હાજર હતા.
Reporter: admin







