News Portal...

Breaking News :

RTO નડિયાદ દ્વારા સેફ્ટી અંગેના સેમિનાર

2025-02-08 11:21:57
RTO નડિયાદ દ્વારા સેફ્ટી અંગેના સેમિનાર


નડિયાદ : રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ-2025 ની ઉજવણીના ભાગરૂપે RTO નડિયાદ દ્વારા JCI નડિયાદના સહયોગથી દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગ, નડિયાદ ખાતે એક રોડ સેફ્ટી અંગેના સેમિનારનુ આયોજન કરવામા આવેલ હતુ, જેમા 150 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. 


JCI નડિયાદના સભ્યો દ્વારા એક નાટક થકી વિદ્યાર્થીઓમા રોડ સેફ્ટી અંગેની જાગરૂકતા આવે તે માટે પ્રયત્ન કરવામા આવેલ હતો. RTO ઇન્સ્પેક્ટર એન. બી. પ્રજાપતિ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી કેટલાક અકસ્માતોના વીડીયો બતાવીને વિદ્યાર્થીઓને અકસ્માતો દરમિયાન થતી ભૂલોથી અવગત કરાવેલ હતા અને આ પ્રકારની ભૂલો તેઓ ના કરે તે માટે શપથ લેવડાવેલ હતા. કાર્યક્રમના અંતમા નાટકમા ભાગ લીધેલ વિદ્યાર્થીઓને હેલ્મેટ આપીને પ્રોત્સાહિત કરવામા આવેલ હતા.

Reporter: admin

Related Post