News Portal...

Breaking News :

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના ધરાશાયી મામલે શિલ્પકાર-કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેની ધરપકડ

2024-09-05 10:01:31
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના ધરાશાયી મામલે શિલ્પકાર-કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેની ધરપકડ


સિંધુદુર્ગ: ગત મહિને મહારાષ્ટ્રના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના ધરાશાયી થવા મામલામાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. 


અહેવાલ મુજબ શિલ્પકાર-કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેની બુધવારે રાત્રે થાણે જિલ્લાના કલ્યાણમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે ધરાશાયી થયેલી શિવાજી મહારાજની પ્રતિમા મામલે રાજકીય માહોલ ગરમાયો છે, સરકારને ઘેરવા વિપક્ષને વધુ એક મુદ્દો મળી ગયો છે.છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઉદ્ઘાટનના નવ મહિના કરતાં પણ ઓછા સમયમાં તૂટી પડી હતી, પ્રતિમા ધરાશાયી થયા બાદથી આપ્ટે ગાયબ હતો. સિંધુદુર્ગ પોલીસ શિલ્પકાર-કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટેને શોધી રહી હતી. પોલીસે તેને શોધવા માટે સાત ટીમો પણ બનાવી હતી.શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ માલવણ પોલીસે આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ સામે બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. 


 

ચેતન પાટીલની ગત અઠવાડિયે કોલ્હાપુરથી ધરપકડ કરવામાં આવી હતી.પોલીસની કાર્યવાહી અંગે ભાજપના નેતા પ્રવીણ દારકરે કહ્યું હતું કે, અમારી સરકારની ટીકા કરનારાઓએ હવે મોં બંધ કરી લેવું જોઈએ. એ વાત સાચી છે કે જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં પોલીસને થોડો સમય લાગ્યો હતો. અમે ધરપકડનો શ્રેય નથી લઈ રહ્યા પરંતુ પોલીસે તેમનું કામ કર્યું છે.સિંધુદુર્ગ પોલીસ આપ્ટેને માલવણ લઈ ગઈ હતી, જ્યાં તેને રિમાન્ડ માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, જયદીપ આપ્ટેના વકીલ ગણેશ સોહનીનો દાવો છે કે તેણે પોતે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.પોલીસે પ્રતિમાના નિર્માણમાં વપરાયેલી સામગ્રી તેમજ જે પ્લેટફોર્મ પર પ્રતિમા ઊભી હતી તેના નમૂનાઓ પણ વિશ્લેષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે.

Reporter: admin

Related Post