મકરપુરા પોલીસે સ્ક્રેપ નીચે સ્ટીલ ભરેલા ટ્રક પકડ્યા બાદ તપાસ ન થયાની રજૂઆતથી એક્શનમાં આવી છે.

રેલવે સ્ક્રેપ યાર્ડના અધિકારીઓએ તપાસ શરૂ કરી, આજે પણ તપાસનો દોર ચાલુ રહેશે. વેસ્ટર્ન રેલ્વે પ્રતાપનગર સ્ક્રેપ યાર્ડ માંથી લોખંડ ભંગારના નામે મોંઘુ સ્ટેઇનલેસ સ્ટીલ વગે કરવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ચાર દિવસ અગાઉ મકરપુરા પોલીસે લોખંડના સ્ક્રેપની નીચે સ્ટેઇનલેસ સ્ટીલ ભરેલી શંકાસ્પદ ટ્રક પોલીસે જપ્ત કરી હતી.જેની યોગ્ય તપાસ નહીં થતી હોવાની રજૂઆતના થઈ હતી. જેના પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજે તપાસની કાર્યવાહી દિવસભર ચાલી હતી જે આવતી કાલે પણ ચાલુ રહેશે.

મકરપુરા પોલીસે સ્ક્રેપ નીચે સ્ટીલ ભરેલા ટ્રક પકડ્યા બાદ તપાસ ન થયાની રજૂઆતથી એક્શન રેલવે સ્ક્રેપ યાર્ડના અધિકારીઓએ તપાસ શરૂ કરી, આજે પણ તપાસનો દોર ચાલુ રહેશે.વેસ્ટર્ન રેલ્વે પ્રતાપનગર સ્ક્રેપ યાર્ડ માંથી લોખંડ ભંગારના નામે મોંઘુ સ્ટેઇનલેસ સ્ટીલ વગે કરવાનું કૌભાંડ ચાલતું હોવાની શંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી છે. ચાર દિવસ અગાઉ મકરપુરા પોલીસે લોખંડના સ્ક્રેપની નીચે સ્ટેઇનલેસ સ્ટીલ ભરેલી શંકાસ્પદ ટ્રક પોલીસે જપ્ત કરી હતી.જેની યોગ્ય તપાસ નહીં થતી હોવાની રજૂઆતના થઈ હતી. જેના પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આજે તપાસની કાર્યવાહી દિવસભર ચાલી હતી જે આવતી કાલે પણ ચાલુ રહેશે.ઇજારદાર જય અંબે સ્ક્રેપ ટ્રેડર્સ અને રેલવેના કેટલાક અધિકારીઓ સાથેની મીલીભગતથી સ્ટીલ પણ વગે કરવાનું કૌભાંડ કરવામાં આવતું હોવાનું મકરપુરા પોલીસના ધ્યાન ઉપર આવ્યું હતું. શંકાસ્પદ મુદ્દામાલ ભરેલી ટ્રક પોલીસના ધ્યાને આવતા બે ટ્રક જપ્ત કરી હતી.




Reporter: admin