News Portal...

Breaking News :

આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા, સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ નો ભવ્ય શુભારંભ થયો

2024-06-27 16:19:14
આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા,  સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ નો ભવ્ય શુભારંભ થયો



આજે તારીખ ૨૭ જુન ૨૦૨૪ ના રોજ " શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪"  ના દ્વિતીય દિવસની ઉજવણી   ૪૯ પ્રાથમિક શાળાઓમાં (જેમાં ૪૪  ગુજરાતી માધ્યમ, ૦૪   હિન્દી માધ્યમ અને 0૧ અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે) "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણી હાથ ધરવામાં આવેલ  છે. આ "શાળા પ્રવેશોત્સવ" દરમિયાન  બાલવાટિકામાં ૧૦૨૪ બાળકોને અને ધોરણ -૧ થી ૮ માં ૧૧૦૫ વિદ્યાર્થીઓને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવેલ  છે. આ "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ ભાગ લેવા  બાલકૃષ્ણ શુક્લા સાહેબ,મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા 
, મેયર પિન્કીબેન સોની ,વડોદરા મહાનગર સેવા સદન, શીતલભાઈ મિસ્ત્રી, સ્ટેન્ડિંગ ચેરમેન  વડોદરા મહાનગર સેવા સદન  ડી.એમ.પઠાણ,  નાયબ સચિવ, ક્લાયમેટ ચેંજ ડિપાર્ટમેન્ટ, ગુજરાત રાજ્ય, ગાર્ગી જૈન,  ડાયરેક્ટર, રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગર, ગુજરાત રાજ્ય, અધ્યક્ષશ્રી મિનેષભાઈ પંડ્યા,  જીલ્લા  શિણાધિકારીશ્રી આર.આર.વ્યાસ સાહેબ શાસનાધિકારીશ્રી, સુશ્રી શ્વેતાબેન પારગી,  
 શહેર સંગઠનના વિવિધ પદાધિકારી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી  “શાળા પ્રવેશોત્સવ” દરમિયાન વિવિધ શાળાઓમાં જઈને ધોરણ-૧, બાલવાટિકામાં પ્રવેશ મેળવતાં બાળકોને કુંમ કુંમ  તિલક કરી આવકારવામા આવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવી  છે. જેમાં બેગ, વોટર બેગ,  નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી, કંપાસ, વોટર બેગ, બુટ - મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે.



આજના શાળા પ્રવેશોત્સવમાં માનનીય મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ  કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ અનંત સંભાવનાઓનો પ્રવેશદ્વાર  એટલે પ્રવેશોત્સવ. તેમજ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે,  મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના, વિગેરે યોજનાઓ દ્વારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવા માટે આ ગુજરાત સરકાર કટીબદ્ધ છે. તેમજ આ શાળામાં માધ્યમિક વિભાગ શરુ કરવામાં આવેલ છે જેમાં દીકરીઓ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજનાનો વધુમાં વધુ લાભ મેળવી ગુણવતા લક્ષી શિક્ષણ મેળવે તેવી મારી શુભેચ્છા છે.”


વડોદરાના માનનીય મેયરશ્રી પીન્કીબેન સોની આજે  માધવરાવ સદાશિવરાવ ગોવાળકરરાવ પ્રાથમિક શાળા, હરણી ખાતે ઉપસ્થિત રહી  શાળા પ્રવેશોત્સવમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ બાળકોને ભણતરની સાથે ઘડતર અને ભારતીય સંસ્કૃતિના શુભગ સહયોગ સાથે તેમનામાં સંચારોનું સિંચન કરવામાં આવી રહ્યું છે. સાથે બાળકો રમત ગમતમાં પણ રાજ્ય કક્ષાએ આપણું ગૌરવ વધારી રહ્યા છે તે માટે શાળાના તમામ સ્ટાફને શુભકામનાઓ આપવામ આવી.”
આ સાથે સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય કચેરી દ્વારા તમામ શાળાઓનાં વિદ્યાર્થીઓને  મારી લેખન પોથી નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વર્તાપોથી નિપુર્ણ ભારત  કર્યોન ,સચા, પેન્સિલ ,જેવી વિવિધ સામગ્રી પણ પુરી પાડવામાં આવેલ છે. ઉપરાંત સમગ્ર શિક્ષા દ્વારા ૨૧૨ દિવ્યાંગ બાળકોને MSID KIT ૧૩૮ દિવ્યાંગ દીકરીઓને ૨૦૦૦ રૂપિયા ગર્લ્સ સ્ટાઇપેન્ડ જેવી વિવિધ રકમ બાળકનાં ખાતામાં ડાયરેક જમાં કરાવામાં આવેલ હતી. તેમજ જરુરીયાત મુજબની શાળામાં ટ્રાન્સર્પોટેશ પૂરું પાડવામાં આવે છે. 
આ વર્ષે “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણી દરમિયાન વૃક્ષારોપણ તથા પર્યાવરણની જાળવણી  અંગેની જાગૃતિ ફેલાય તે માટે એક ઉત્તમ પહેલ પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે જેનાં ભાગરૂપે “શાળા પ્રવેશોત્સવ” માં ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભવો, પદાધિકારી અધિકારી વગેરે દ્વારા સંકલ્પ વૃક્ષનું આરોપણ કરવામાં આવેલ  છે. અને એક બાલ એક ઝાડ નાં સંકલ્પ સિધ્ધી માટે શાળા પરિવારમાં જાગૃતિ ફેલાઈ અને શાળા કક્ષાએ વિદ્યાર્થીગણ, વાલીગણ વગેરેને આ બાબતે જાગૃત કરીને પર્યાવરણની જાળવણી માટેના પ્રયત્નો હાથ ધરાય તે મુજબ આયોજન કરવામાં આવેલ હતું.

Reporter: News Plus

Related Post