અયોધ્યા : પ્રભુ રામની જન્મભૂમિ અને પવિત્ર યાત્રાધામ અયોધ્યામાં મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ વરસાદે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. અહીંયા ચારે તરફ પાણી ભરાયા છે. ગંદકીના ઢગ જામ્યા છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સ્વયમ ભગવાન રામ લલ્લા પોતે ભાજપના ભ્રષ્ટાચારીઓએ 10000 કરોડનો મળતીયાઓએ પ્રસાદ વહેંચી લીધો અને અયોધ્યાવાસીઓ ભોગ બન્યા છે. પ્રભુના ગર્ભગૃહમાં જ વરસાદી પાણી ટપકી રહ્યું છે અને લોકોની આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે પણ બની બેઠેલા ભાજપના રામભક્તો અને નેતાઓએ આખે પાટા બાંધ્યા છે તેમને દેખાવાનું નથી. લોકસભાની ચૂંટણી પહેલાં અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નરેન્દ્ર મોદીના હાથે ભવ્ય ઉદઘાટન કરાયું ત્યારે અયોધ્યાની કાયાપલટ કરી દેવાની મોટી ગુલાબંગ પોકારાઈ હતી. અયોધ્યામાં વિદેશનાં શહેરોમાં હોય એવા રોડ-રસ્તા સહિતની સગવડો ઉભી કરીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની ડંફાસ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના બીજા નેતાઓએ મારી હતી.પરંતુ અયોધ્યામાં પહેલા વરસાદે આ ડંફાસોની પોલ ખોલી નાંખી છે. અયોધ્યા કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે અને સરકાર કશું કરી નથી રહી તેથી ભગવાન રામની અયોધ્યામાં પહેલા વરસાદમાં જ કરોડોનો ખર્ચે બનાવાયેલા રોડ રસ્તા તૂટી ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. અયોધ્યાનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ના ભરાયાં હોય. અયોધ્યાના રેલવે સ્ટેશનની દીવાલ પણ તૂટીને ધરાશાયી થઈ ગઈ છે. રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાઈ જતાં લોકો બહાર નીકળી ના શકે એવી હાલત છે.ભગવાન રામના મંદિર સુધી જતો રામપથ પણ વરસાદમાં ધોવાઈને તૂટી ગયો છે. થોડાક વરસાદમાં જ ધોવાઈ ગયેલા રામપથ પર મોટાં મોટાં ગાબડાં પડી ગયાં છે અને ચાલી શકાય એવી જ હાલત નથી. રોડ પર ભરાયેલાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી તેથી નજર નાંખો ત્યાં પાણી જ પાણી દેખાય છે.
સૌથી આઘાતજનક વાત એ છે કે, ભગવાન રામના મંદિરની છતમાંથી પાણી પડી રહ્યું છે.અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનાં દર્શન કરવા બહારથી આવેલા હજારો શ્રધ્ધાળુઓ ફસાઈ ગયા છે કેમ કે ક્યાંય જઈ શકાય તેમ જ નથી. ટ્રેનો ચાલુ છે પણ સ્ટેશન સુધી પહોંચી શકાય તેમ જ નથી. અયોધ્યામાં એટલી બધી હોટલો નથી તેથી મોટા ભાગના લોકો હોમ-સ્ટેમાં રહે છે. હોમ-સ્ટે માટે ઘર આપનારાં પણ ફસાઈ ગયા છે. હવે સફાળી જાગેલી યોગી સરકારે ડેમેજ કંટ્રોલ કરવાની ક્વાયત આદરી છે પણ તેમાં પણ સરકાર સાવ નકામી સાબિત થઈ છે. જાણકારોના મતે ગુજરાતની એક નિર્માણ કંપનીને અયોધ્યાના રામપથના નિર્માણની કામગીરી સાોંપવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે, અમદાવાદની આ કંપની સામે ભ્રષ્ટાચારના આરોપો મુકાયા છે અને તેને અયોધ્યાનું કામ આપી દેવાયું હતું. બીજી તરફ જે કાર્ય ૩૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ પૂરું કરવાનું હતું તે ચાર મહિના વહેલું ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરું કરી દેવાયું હતું. તેના કારણે અયોધ્યાના રસ્તાઓની ગુણવત્તા સાથે સૌથી મોટું સમાધાન કરવામાં આવ્યું અને પ્રજા હવે હાલાકી ભોગવી રહી છે.કોર્પોરેશનના અધિકારીએ કહ્યું- બાંધકામનું કામ અમદાવાદ સ્થિત કંપની ભૂગન ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. અમારી ટીમે ટેકનિકલી તપાસ કરી હતી.ગટર નાખતી કંપનીના એમડી મનીષ પટેલે જણાવ્યું કે - ગટર લાઇનમાં એમએસ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બધા સાંધા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે, તેથી ત્યાંથી કોઈ ખામી હોઈ શકે નહીં. અમારી ગટર લાઇન હજુ સુધી શરૂ કરવામાં આવી નથી, કારણ કે નમામી ગંગે દ્વારા બનાવવામાં આવેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. 95% કામ પૂર્ણ થયું છે.
Reporter: News Plus