મરણ પામેલા સભાસદોના નામે દૂધ ભરાવ્યું બતાવી બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડ્યા હોવાનો દાવો...
બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ઉપરાંત મુખ્યમંત્રી, સહકાર મંત્રી અને ડેરીના ચેરમેન સહિત 9 જગ્યાએ પત્ર લખી તપાસ કરી કાર્યવાહીની માંગ કરી...
ભાજપના રાજમાં મરણ પામેલાઓ નાં ખાતા માં રકમ જમા થઇ રહી છે. તેવું હાલનાં સાવલી નાં ધારાસભ્ય કેતન ઇનામદાર કહે છે આ કૌભાંડ કેતન ઇનામદારનાં પકડતો તો સાવલી માં નહિ, અન્ય સંસ્થા અને જિલ્લા માં આ કૌભાંડ ચાલતું હશે....

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કરોડો રૂપિયાના નાણાંકીય કૌભાંડના ભાજપના ધારાસભ્યએ આક્ષેપ કર્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ઉપરાંત મુખ્યમંત્રી, સહકાર મંત્રી અને ડેરીના ચેરમેન સહિત 9 જગ્યાએ પત્ર લખી તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે. મંડળીના પ્રમુખ, મંત્રી અને સુપરવાઈઝરે મરણ પામેલા સભાસદોના નામે દૂધ ભરાવ્યું હોવાનું બતાવી બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડ્યા હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો છે. ધારાસભ્યએ લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, 65 કરતાં વધુ સભાસદોની પ્રવૃત્તિ પર શંકા છે. જેમાંથી 8 થી 10 સભાસદો, જેવા કે ભુરીબેન રમણભાઈ પરમાર, કાલુભાઈ મહીજીભાઈ પરમાર, ઉદાભાઈ છગનભાઈ ચૌહાણ વગેરેના મૃત્યુ થયા બાદ પણ તેમના ખાતામાં નિયમિત દૂધ ભરાવાનું અને રૂપિયા ઉપાડવાનું ચાલુ રહ્યુ છે. ત્યારે સવાલ એ છે કે, મૃત વ્યક્તિના ખાતામાં દૂધના રૂપિયા કેવી રીતે જમા થયા?, પૈસા કોણે ઉપાડ્યા?, શું ખાતા ખરેખર જીવિત હોવાનું દર્શાવાયું હતું?, અને શું દૂધની માત્રા સાથે અવ્યવસ્થિત ગણતરી કરવામાં આવી છે. કેટલા સમયથી આવું કૌભાંડ ચાલી રહ્યું છે?, દરેક સભ્ય દીઠ આશરે 60–70 લિટર દૂધ ભરાયેલું બતાવવામાં આવ્યું છે. તો શું આ સભાસદો પાસે આટલું પશુધન હતું? ધારાસભ્ય કેતન ઇનામદારે શંકા વ્યક્ત કરી છે કે આવી ગેરરીતિ માત્ર મેરાકુવા મંડળી સુધી સીમિત નથી. પરંતુ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અન્ય દૂધ મંડળીઓમાં પણ ઘણી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમણે દાવો કર્યો છે કે, બરોડા ડેરી અને વડોદરા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા વિસ્તારપૂર્વક તપાસ થાય તો પદાધિકારીઓની ભ્રષ્ટ પ્રવૃત્તિઓનો પર્દાફાશ થશે. કેતન ઈમાનદારે ચીમકી આપતા કહ્યુ છે કે, ગરીબ પશુપાલકોની મહેનત સાથે થયેલી છેતરપિંડી અત્યંત નીંદનીય છે. મૃત વ્યક્તિના નામે દૂધ ભરાવવું અને નાણાં ઉપાડવાં એ ગેરકાયદે ભ્રષ્ટાચાર છે. બરોડા કો-ઓપરેટિવ બેન્ક દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ મામલે બરોડા ડેરીએ તપાસ કરી દોષિત પદાધિકારીઓ સામે પગલાં લેવાં જોઈએ.
હું ક્યારેય ડેરીની ચૂંટણી લડવાનો નથી પણ ખોટુ થતું હશે તો હું અવાજ ઉઠાવીશ...
ધારાસભ્ય કેતન ઇનામદારે મીડિયાને જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા સભાસદોના દૂધુ ભરાયેલું પણ છે અને નાણાંકિય વ્યવહારો થયેલા છે. સાધારણ સભામાં આ મામલે રજૂઆત કરાઇ હતી પણ લોકોનું કોઇ સાંભળતું નથી. અધિકારીઓ કોઇને બચાવવા તપાસ કરે છે કે પછી સાચી તપાસ કરે છે તે પ્રશ્ન છે. તપાસમાં કંઇ પણ થયું હશે તો હું બહાર લાવીશ. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ઘણી દૂધમંડળીઓમાં આવા કૌંભાડ થયેલા છે તેવી વાતે અગાઉ બહાર આવેલી જ છે. આ બરોડા ડેરી એકલાની વાત નથી. આ ગરીબોની આજીવિકાની સંસ્થા છે. આ મંડળીમાં નીચેથી ઉપર સુધી ક્યાંક ખોટુ થયું છે. ગામલોકોએ મારી સમક્ષ રજૂઆતો કરી એટલે મે તપાસ કરાવી હતી. મૃતક સભાસદોના નામે દૂધ ભરાય છે, બેંક ખાતામાં પૈસા ભરાય છે અને ઉપાડાય પણ છે. મારે બરોડા ડેરીના રાજકારણમાં પડવું નથી,. હું ક્યારેય ડેરીની ચૂંટણી લડવાનો નથી પણ ખોટુ થતું હશે તો હું અવાજ ઉઠાવીશ. તમામ મંડળીઓનું નિષ્પક્ષ ઓડિટ થવું જોઇએ
ભાજપના જ ધારાસભ્યએ પોલ ખોલ...
ભાજપના રાજમાં મરણ પામેલાઓ નાં ખાતા માં રકમ જમા થઇ રહી છે. તેવું હાલના જ સાવલી ના ધારાસભ્ય કેતન ઇનામદાર કહે છે જો આ કૌભાંશ કેતન ઇનામદાર પકડતા હોય તો સાવલી માં નહિ, પણ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની આવી અન્ય સંસ્થામાં કેટલા કૌંભાડ ચાલતા હશે તે પ્રશ્ન છે.
Reporter: admin







