વડોદરા : નૃત્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા દ્વારા "સયાજીરાવ નૃત્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

જે નૃત્ય જગતના બે નામાંકિત પુરુષ નૃત્ય વિદ્વાનોને સમર્પિત હતું. પ્રથમ, પ્રોફેસર મોહન ખોખર, જે નૃત્ય વિભાગના પ્રથમ વડા રહ્યા હતા, અને બીજા, પદ્મભૂષણ પ્રોફેસર સી.વી. ચંદ્રશેખર, જેમણે નૃત્ય વિભાગના વડા અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ભૂતપૂર્વ ડીન તરીકે સેવા આપીને એક અમૂલ્ય વારસો છોડ્યો છે.આ મહોત્સવમાં માત્ર પુરુષ નૃત્યકારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં નૃત્ય વિભાગના તમામ વિદ્યાર્થીઓએ શિવ સ્તુતિ રજૂ કરી.

જે ડૉ. દિવ્યા પટેલ અને દયુતિ પંડ્યા દ્વારા સંયુક્તપણે કોરિયોગ્રાફ કરવામાં આવી હતી. આ ઉપરાંત, મુંબઈના પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યકાર પવિત્રા ભટ્ટ દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ડૉ. નીલેશ પારેખે પણ ભવ્ય ભરતનાટ્યમ પ્રસ્તુતિ આપી હતી. આ ઉપરાંત, ચૈતન્ય મંગલાએ કથકની શ્રેષ્ઠ રજૂઆત કરીને મહોત્સવને શોભાવ્યો હતો.



Reporter: admin







