News Portal...

Breaking News :

સયાજી હોસ્પિ.ના વર્ગ 4ના કર્મીઓની હડતાળ: 600 લોકોના RMO ઓફિસે ધરણા, બે દિવસમાં પગાર થવાનું આશ્વાસન મળતા કામે લાગ્યા

2025-05-15 13:21:48
સયાજી હોસ્પિ.ના વર્ગ 4ના કર્મીઓની હડતાળ: 600 લોકોના RMO ઓફિસે ધરણા, બે દિવસમાં પગાર થવાનું આશ્વાસન મળતા કામે લાગ્યા


વડોદરા : સયાજી હોસ્પિટલમાં વર્ગ ચારના સફાઈ કર્મચારીઓનો પગાર ન થતા આજે (15 મે, 2025) આરએમઓ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ શરૂ કર્યો હતો. 


વર્ગ ચારના 600 જેટલા કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનો પગાર ખાનગી એજન્સી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે ભારે સૂત્રોચાર સાથે વિરોધ કરી આરએમઓ ખાતે રજૂઆત કરી હતી.પગાર વારંવાર લેટ થતાં હડતાળ પર ઉતર્યા વડોદરાની સયાજી હોસ્પિટલમાં રજત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સી દ્વારા હંગામી ધોરણે વર્ગ ચારના સફાઈ કરણીઓને લેવામાં આવ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં 600 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને તેઓનો પગાર વારંવાર લેટ થતા આજે આરએમઓ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. 


આ મામલે આરએમઓ દ્વારા બે દિવસમાં પગાર આપવાનું આશ્વાસન આપવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાળ ચમેટી લીધી હતી.બે દિવસમાં પગાર નહીં થાય તો આંદોલન કરીશુંઃ પ્રકાશ આ અંગે સફાઈકર્મી પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે ચોથા વર્ગના કર્મચારીઓ છીએ. અમારો પગાર થયો નથી, જેને લઈ અમે આજે અહીંયા હડતાળ પર બેઠા છીએ. બે મહિનાથી પગાર થયો નથી અને વારંવાર પગાર લેટ થાય છે. ના છુટકે આ કર્મચારીઓએ કામનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરવું પડ્યું છે. અમારી સાત વાગ્યાની નોકરી હતી, આરએમઓ સાહેબ આવ્યા અને મધ્યસ્થી થઈ. બે દિવસમાં પગાર કરવાની વાત કરી છે. ત્યારે અમે આ હડતાળ અહીંયા સમેટી છે. અમે 600 જેટલા કર્મચારીઓ છીએ. બે દિવસમાં પગાર નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

Reporter: admin

Related Post