વાઘોડિયા પોલીસ મથકે સન 2022 ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. વાઘોડિયા પોલીસે આરોપી કૌશિક બીપીન ભાઈ તડવી રહે શ્રી ગામ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો

આરોપીએ સગીરાને લલચાવીને ભગાડી જઈ રાધનપુર તથા ભુજ ખાતે લઈ જઈ બે મહિના સુધી ગેરકાયદેસર ગોંધી રાખી હતી અને પોતે પરણિત હોવા છતાંય પોતાની પત્ની અને બાળકોને સાથે રહેતો હતો સગીરાને પણ પોતાની સાથે રાખી દુષ્કર્મ આચરતો હતો. સાવલી પોકસો કોર્ટના જજ .જે એ ઠક્કરે. આરોપીને કસૂરવાર ઠેરવીને આજીવન કેદ એટલે કે કુદરત કુદરતી નિત્યક્રમ સુધી જીવે ત્યાં સુધીની સખત કેદની સજાનો હુકમ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે જ્યારે જિલ્લા લીગલ ઓથોરિટીને પીડિતાના પરિવારને વીકટીમ કોમ્પનસેશન સ્કીમ મુજબ ચાર લાખની સહાય ચૂકવવા ભલામણ કરી છે
Reporter: