વડોદરા : શહેર લાલબાગ બ્રિજ બન્યો ત્યાર થી વિવાદ માં છે ત્યારે બ્રિજ પર વારંવાર ગાબડાં પડતા હોય છે ત્યારે પાલિકાના અધિકારીઓના આશીર્વાદના કારણે યોગ્ય કામગીરી ન કરતા ફરી એકવાર બ્રિજ પર પડેલા ગાબડાં પર ડામર નાખીને સંતોષ માનવામાં આવ્યો છે.
વડોદરા શહેર ખડોદરા બની ગયું છે ત્યારે અનેક વિસ્તારોમાં રોડની બિસ્માર હાલત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર લાલબાગ બ્રિજ બન્યો ત્યારથી જ વિવાદ માં રહ્યો છે આ બ્રિજ પર વરસાદની ઋતૃમાં બ્રિજ પર ગાબડાં પડતાં હોય છે અને પાલિકા દ્વારા આ બ્રિજને રીપેરીંગ કામ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ પાલિકા ના મરતિયા ના કારણે શહેરીજનોને યોગ્ય સુવિધાઓ મળતી નથી જનતા પાસે પાલિકા ટેકસ ના નામે રૂપિયા વસૂલ કરતી હોય છે ત્યારે વડોદરાના શહેરીજનો ને પ્રાથમિક સુવિધાઓ મીંડું જોવા મળે છે.
ત્યારે લાલબ્રીજ પર વારંવાર ગાબડાં પડવાના કારણે વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડે છે સમાન્ય જ વરસાદ માં જ આ બ્રિજ પર વારંવાર ગાબડાં પડતાં હોય છે અને પાલિકા દ્વારા ગાબડાં યોગ્ય રીતે ન પુરાણ કરતા બ્રિજ પર આજે ફરી ગાબડાં પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે અને સારી ગુણવત્તા નું મટીરીયલ વાપરવામાં આવે તો બ્રિજ પર ગાબડા ન પડે પરંતુ પાલિકાના અધિકારીઓના મીલી ભગતના કારણે વડોદરાની જનતાને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી.
Reporter: admin