વડોદરા મહાનગરપાલિકાના હસ્તક આવતા સરદાર બાગ સ્વિમિંગ પૂલ ખાતે આજીવન સ્વિમિંગ સભ્ય એવા ચેતનાબેન પટેલ નું તબિયત લથડતા 108 મારફતે તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા, સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે જો કે તેમનું મૃત્યુ ડૂબી જવાના કારણે નથી ને નીપજ્યુ તેવી વાત સ્પષ્ટ છે તેમ ઉમેર્યું હતું
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરદારબાગ સ્વિમિંગ પૂલ ખાતે આજે સાંજે s સ્વિમર બેચમાં સ્વિમિંગ કરવા માટે આવેલા ચેતનાબેન પટેલે સ્વિમિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ પુલમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી આ બાબતની જાણ હાજર કોચ અને તેમના પુત્ર અને પતિને થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરવામાં આવી હતી એમ્બ્યુલન્સ એ ઘટના સ્થળે પહોંચી મેડિકલ કર્મચારીઓએ ચેતનાબેન પટેલને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન ચેતનાબેન પટેલ નું દુઃખદ અવસાન થયું છે. આ બાબતે જાણકારી આપતા વડોદરા મહાનગરપાલિકાના ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડે જણાવ્યું હતું કે ચેતનાબેન પટેલ આજીવન સભ્ય હતા અને આજે સ્વિમિંગ પૂર્ણ કર્યા બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ચેતનાબેન પટેલના મૃત્યુના કારણે તેમના પરિવારજનો સાથે સ્વિમિંગ માટે આવતા સભ્યોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.
...
Reporter: News Plus