News Portal...

Breaking News :

બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ ચીજોનું વેચાણ : મુફ્તી બ્રાન્ડથી વેચાતા ૯૬ હજારની કિંમતના ૧૨૨ શર્ટ જપ્ત

2025-03-26 17:46:45
બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ ચીજોનું વેચાણ : મુફ્તી બ્રાન્ડથી વેચાતા ૯૬ હજારની કિંમતના ૧૨૨ શર્ટ જપ્ત


વડોદરાઃ  શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ ચીજોનું વેચાણ થઇ રહ્યું હોવાના વારંવાર કિસ્સા બહાર આવી રહ્યા છે.મોટાભાગે આ પ્રકારની ચીજો ગારમેન્ટ્સ,મોબાઇલના પાર્ટ્સ અને વાહનો માટેના ઓઇલ માં જોવા મળતી હોય છે.આવો જ એક બનાવ ફતેગંજ વિસ્તારમાં બન્યો છે.



ફતેગંજ વિસ્તારના મંગલ કીર્તિ એપાર્ટમેન્ટમાં આવેલી ધ બ્રાન્ડ સ્ટુડિઓ નામની દુકાનમાં મુફ્તી બ્રાન્ડથી વેચાતા ૯૬ હજારની કિંમતના ૧૨૨ શર્ટ મળી આવતાં સયાજીગંજ પોલીસે દુકાનદાર હુસેન હનિફભાઇ દૂધવાલા (નાગરવાડા,લાલજીકૂઇ) સામે કોપીરાઇટ એક્ટ  હેઠળ ગુનો નોંધ્યો છે.

Reporter: admin

Related Post