ભ્રષ્ટાચાર આચારનાર સાગઠિયાએ અધધ સંપત્તિ ભાજપ એક ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર સાથેની સાંઠગાંઠમાં ઉભી કરી હોવાનું રાજકોટ માં લોકમુખે કહેવાય છે
પરંતુ ભાજપની કોઈપણ નેતાગીરી આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી.આગામી ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો પછી કુંડળીમાં ગોળ ભાગી નાખવામાં આવશે તેવું રાજકોટ વાસીઓનું માનવું છે સાગઠિયા પાસે 200 કરોડની જમીન સહિતની કરોડોની મિલકતો હોવાનું કહેવાય છે. સાગઠિયા પાસે રાજકોટમાં 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ ઉપરાંત ગોંડલ, વીરપુર સહિત અનેક સ્થળે પ્રોપર્ટી હોવાનું કહેવાય છે. જેતપુર રાજકોટ નેશનલ હાઈ-વે ચરખડી પાસે આલાગ્રાન્ડ ફાર્મ હાઉસ બની રહ્યું છે. હાઈ-વે પર આવેલું એક ફાર્મ હાઉસ પણ સાગઠિયાના પરિવારનું હોવાની ચર્ચા છે. સાગઠિયાએ આ સંપત્તિ ભાજપને એક ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર સાથેની સાંઠગાંઠમાં ઉભી કરી હોવાનું કહેવાય છે.
સાગઠિયા સામે એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે પણ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્રની વાત આવતાં જ ભાજપના નેતા ચૂપ થવા લાગે છે. ભાજપના નેતા સાગઠિયાના ભ્રષ્ટાચાર વિશે પણ કશું બોલવા તૈયાર નથી.રાજકોટ ભાજપના નેતાઓએ કમલમ ખાતે મોકલેલી પત્રિકામાં મનોજ સાગઠિયાની સાથે ભૂતપૂર્વ મેયર પ્રદીપ ડવ,રાજકોટ શહેર ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી અને યુવા મોરચાના કુલદીપસિંહ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો ઉલ્લેખ છે. સાગઠિયા જેલમાં છે ત્યારે ભાજપ સરકારે બાકીના ત્રણ નેતાઓની ભૂમિકા પણ તપાસ કરવી જોઈએ એવું ભાજપના કાર્યકર્તામાં ગણગાણત થઈ રહ્યો છે.
Reporter: News Plus