News Portal...

Breaking News :

સબ ભૂમિ ગોપાલ કી..પોતાના કાર્યક્ષેત્રમાં ના હોવા છતાં ટીડીઓએ બાંધકામની પરવાનગીઓ આપી દીધી

2025-07-20 10:56:34
સબ ભૂમિ ગોપાલ કી..પોતાના કાર્યક્ષેત્રમાં ના હોવા છતાં ટીડીઓએ બાંધકામની પરવાનગીઓ આપી દીધી


દુમાડ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં જ ના હોવા છતાં ત્યાં બાંધકામ પરવાનગીઓ અને રજા ચિઠ્ઠી અપાઇ.
પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદી અને તેના અધિકારીઓએ સાથે મળીને ટીપીઓમાં જમીન કપાતનું કૌભાંડ આચરીને પાલિકાની તિજોરીને કરોડોનો ચુનો ચોપડ્યો. 



મોજે-દુમાડના રે.સ.નંબર ૯૯-૩૯/બ નો અભિપ્રાય રદ કરેલ હોય તેથી બાંધકામ પરવાનગી શાખામાથી વિકાસ પરવાનગી આપેલ છે કે નહી તેની તપાસ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ડે.મ્યુનિસિપલ કમિશનર એ કરવી જરૂરી છે.અને જો વિકાસ પરવાનગી આપેલ હોય તો બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ  સામે સખત પગલા ભરવા જોઈએ.
વડોદરા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનું જમીન કપાતનું મસમોટુ કૌંભાડ બહાર આવ્યું છે. હવે એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે દુમાડ ખરેખર તો કોર્પોરેશન વિસ્તારમાં આવતું જ નથી છતાં ત્યાં પણ બાંધકામની રજાચિઠ્ઠી અને વિકાસ પરવાનગી આપી દેવાઇ હતી. ટાઉન પ્લાનિંગ શાખામાં કેટલી હદે જમીનોનો અને બાંધકામને લગતો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનો આ મોટો પુરાવો છે. નગર રચના અધિકારીએ ટીડીઓને જ પત્ર લખેલો છે તેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમે દુમાડ -વેમાલી બાબતે જે અભિપ્રાય માગેલો છે તેમાં દુમાડ તો વડોદરા શહેર શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે વુડામાં આવે છે જ્યારે સમા અને વેમાલી કોર્પોરેશનની હદમાં આવે છે. પણ તમે દુમાડમાં બાંધકામ કાર્યવાહી પ્રકરણ માટે અભિપ્રાય માંગેલો છે. દુમાડનો વિસ્તાર વુડાના કાર્યક્ષેત્રમાં આવતો હોય અને દુમાડની બાબતે વુડા કક્ષાએ વિકાસ પરવાનગી અંગેની કાર્યવાહી કરવાની રહે છે. દુમાડ તમારા કાર્યક્ષેત્રમાં ના હોવાથી તમારી કક્ષાએથી કોઇ કાર્યવાહી કરવાની રહેતી નથી. દુમાડ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં જ ના હોવા છતાં ત્યાં બાંધકામ પરવાનગીઓ અને રજા ચિઠ્ઠી અપાઇ હોવાની માહિતી બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ટાઉન પ્લાનિંગ શાખાના પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદી અને તેના અધિકારીઓએ સાથે મળીને ટીપીઓમાં જમીન કપાતનું કૌભાંડ આચરીને પાલિકાની તિજોરીને કરોડોનો ચુનો ચોપડ્યો છે. નવાઇની વાત એ છે કે પ્રવર નગર નિયોજન અધિકારીએ આ મામલે વારંવાર કોર્પોરેશન અને ટીડીઓને પત્ર લખેલા હોવા છતાં કમિશનર કે ટીડીઓએ આ પત્રોને ગણકાર્યા પણ નથી અને કોઇ જ પગલા લીધા નથી કે જવાબદારો સામે કાર્યવાહી પણ કરાઇ નથી. આજે પણ રેકોર્ડ સુધાર્યો નથી. ટીપીઓ શાખા દ્વારા ક્યાંક 10, 20 ટકા જ જમીનની કપાત કરાઇ છે જ્યારે સરકારના નિયમો મુજબ 40 ટકા કપાત કરવી જરુરી છે પણ અધિકારીઓ સરકારના નિર્ણયનો પણ ઘોળીને પી ગયા છે. સરકારના પ્રવર નગર રચના અધિકારીએ કોર્પોરેશનને જે પત્રો લખેલા છે તેમાં સમગ્ર કૌભાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.  



ટીડીઓની દાદાગીરી
દુમાડનો પ્લોટ નંબર 99માં કોર્પોરેશનની હદમાં નહી આવતા હોવા છતાં અધિકારીએ પરવાનગી આપી દીધી હતી. દુમાડ વડોદરાની હદમાં ન હતું અને છતાં અધિકારીએ રજા ચિઠ્ઠી મંજૂર પણ કરી. તેમની દાદાગીરી તો જુવો કે દુમાડ તો કોર્પોરેશન હદમાં આવ્યું જ નથી અને ત્યાં પણ તેમણે રજા ચિઠ્ઠી આપી દીધી  

આશિષ જોશી, કોર્પોરેટર
ટી .ડી.ઓ,,ડે.ટી.ડી.ઓએ ભ્રષ્ટાચાર કરવા હેતુ અભિપ્રાય માગવામા આવેલ અને નગર રચના અધિકારીશ્રી ના ધ્યાનમાં આવ્યું...નગર રચના અધિકારી કુબેર ભવન કચેરી ના પત્ર કમાંક નરયો/જનરલ/૩૪૨ થી ૩૪૪ તા ૩૧-૧-૨૪ થી પત્ર લખી જણાવવામા આવેલ કે સમા-દુમાડ-વેમાલી સદરહુ યોજનામા સમાવિષ્ટ વિસ્તાર પૈકી મોજે દુમાડ  વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ, વડોદરાની હદમાં સમાવિષ્ટ થાય છે. જયારે મોજે સમા અને વેમાલી પુરતો વિસ્તાર વડોદરા મહાનગર સેવાસદનની હદમાં સમાવિષ્ટ થાય છે. પરંતુ અત્રે ઉપલબ્ધ રેકર્ડ ચકાસતા આપ દ્વારા મોજે દુમાડમાં આવેલ મોજે દુમાડના રે.સ. નં.૯૯ અને ૩૯/બ  માટે અનુક્રમે સંદર્ભ બાંધકામ પરવાનગીની કાર્યવાહી અંર્થેના અભિપ્રાય સારું અત્રે પ્રકરણ પાઠવેલ. મોજે-દુમાડનો વિસ્તાર વુડાના કાર્યક્ષેત્રમાં આવતો હોય, મોજે દુમાડની જમીનો બાબતે વુડા કક્ષાએથી વિકાસ પરવાનગી અંગેની કાર્યવારી કરવાની હોયછે. મોજે દુમાડ આપના કાર્યક્ષેત્ર હસ્તક ન હોય, તેથી  સંદર્ભ ૧-૨ તળેના અભિપ્રાય પરત્વે આપ કક્ષાએથી કોઇ કાર્યવારી કરવાની રહેતી ન હોય, અત્રેથી ઉકત અભિપ્રાય રદ કરેલ છે. તેમજ આપ ધ્વારા ફકત આપશ્રીના કાર્યક્ષેત્રમાં આવતાં વિસ્તાર પુરતાજ અભિપ્રાયના પ્રકરણે અંગે રજુ કરવા જણાવવામાં આવે છે. ટી.ડી.ઓ,,ડે.ટી.ડી.ઓ,,બાંધકામ તપાસનીસ  દ્વારા મહાનગર પાલિકા વડોદરા મા સમાવિષ્ટ નથી છતા ભરપુર ભ્રષ્ટાચાર કરવા  ઉપરોક્ત મુજબનો અભિપ્રાય માંગવામાં આવેલ અને નગર રચના અધિકારીના ધ્યાનમા આવતા મોજે  દુમાડના સદર રે.સ.નંબર ૯૯-૩૯/બ નો અભિપ્રાય રદ કરેલ હતો.

Reporter: admin

Related Post