દિલ્હી : રશિયન પ્રમુખ વ્લાડીમીર પુતિન ભારતના બે દિવસના પ્રવાસે આજે આવશે. તેઓ ગુરુવારે સ્થાનિક સમય મુજબ સાડા ચાર વાગે ભારત આવશે તેમ મનાય છે અને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર કરશે.
બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી માટે પુતિનની યાત્રાને અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. અગાઉ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા.બંને દેશ વચ્ચેની મંત્રણામાં સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અને નાના મોડયુલર રિએક્ટરોના નિર્માણમાં સહયોગ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહે તેવી સગવડ છે. તેના પછી તે રાજઘાટની મુલાકાત લેશે. શુક્રવારના રોજ પુતિન ભારત-રશિયા વચ્ચેની ૨૩મી શિખર પરિષદના આવકાર સમારંભમાં ભાગ લેશે. તેના પછી પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં તેમના માટે લંચ યોજશે. શિખર પરિષદ પછી પુતન રશિયન પ્રસારણકારે શરૂ કરેલી નવી ઇન્ડિયા ચેનલ લોન્ચ કરશે. અંતે તે પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ તેમના સન્માનમાં યોજેલા ડિનરમાં ભાગ લેશે. ભારત-રશિયા વચ્ચેનો વ્યાપાર ૬૫ અબજ ડોલરનો છે, પણ રશિયા ભારતમાંથી ફક્ત પાંચ અબજ ડોલરની જ આયાત કરતું હોવાથી વેપારખાધમાં ઘટાડો પણ ચર્ચાનો વિષય રહેશે.
રશિયાએ ભારતને હૈયાધારણ આપી છે કે તે તેના પર ચોક્કસ પગલાં લેશે. ભારતીય દવાઓની રશિયામાં નિકાસમાં વધારો થઈ શકે છે. અમેરિકાએ હાલમાં ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે તેને લઈને ભારતની ચિંતાઓનું પણ રશિયા સમાધાન કરશે.દિલ્હી પોલીસ અને એનએસજીના અધિકારીઓની સાથે મળીને આ અધિકારી રશિયન પ્રમુખનો કાફલો જે રસ્તે પસાર થવાનો છે તે દરેક રસ્તાને સેનિટાઇઝ કરી રહ્યા છે. તેમા પણ ખાસ કરીને ડ્રોન સુનિશ્ચિત કરશે કે રાષ્ટ્રપતિની સલામતી માટે બનાવવામાં આવેલા કંટ્રોલ રૂમની નજર દરેક સમયે તેમના કાફલા પર રહે.
Reporter: admin







