વાળીનાથ અવર-જવર કરવા માટેના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ત્રણ દિવસથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બિલકુલ બંધ થઈ ગયેલ છે
જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા વ્યક્તિઓ ગામમાં જ રહેવાનો વારો આવ્યો છે એમ કહીએ તો વાળીનાથ ગામ એ સંપર્ક વિહોનાં થઈ ગયેલ છે અહીં છેલ્લા ત્રણ દિવસથી લાઈટ પણ બંધ થઈ ગયેલ છે જેના કારણે ઇન્ટરનેટ સુવિધા પણ બંધ છે
જેના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર બંધ થઈ જતા અહીં થી બીમાર પડે તો 108 પણ આવી શકતી નથી જેના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે
Reporter: admin