વડોદરા : છેલ્લાં ઘણાં દિવસોથી ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે.
અમુક જિલ્લામાં તો મેઘરાજા જાણે આફત બનીને વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ નુકસાન અને માલહાનિની ઘટનાઓ સામે આવી છે. પંચમહાલના શહેરા તાલુકામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં નાળાનું ધોવાણ થવાના કારણે રાહદારીઓ માટે રસ્તો બંધ થઈ ગયો છે.
શહેરા તાલુકાના ખાંડીયા ગામે આવેલા સુથાર ફળિયા પાસે ભારે વરસાદના કારણે નાળું ધોવાઈ ગયું છે. જેના કારણે ત્યાંથી અવર- જવરનો રસ્તો બંધ થઈ ગયો છે. સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 200થી વધુ રહીશોને આ નાળાના તૂટવાના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
Reporter: admin







