News Portal...

Breaking News :

નવલખીમાં યોજાયેલા નિશુલ્ક નમોત્સવના કાર્યક્રમમાં ઓછી ભીડ થવાના કારણની સમીક્ષા કરો

2025-09-12 09:57:05
નવલખીમાં યોજાયેલા નિશુલ્ક નમોત્સવના કાર્યક્રમમાં ઓછી ભીડ થવાના કારણની સમીક્ષા કરો


જે શહેરમાં ભાજપના ૪ લાખ કાર્યકરોથી વધુ હોય ત્યાં નમોત્સવ કાર્યક્રમમાં અપેક્ષા કરતા ભીડ ખૂબ જ ઓછી થઈ.



નમોત્સવના સૌથી સારા કાર્યક્રમમાં હકડેઠઠ મેદનીની અપેક્ષા હતી પણ અફસોસ.. આયોજકો એટલી ભીડ ભેગી ના કરી શક્યા.
૧૭મી સપ્ટેમ્બરે દેશનાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ૭૫મો જન્મ દિવસ ઉજવાશે. વડોદરા શહેર ભાજપે મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણીના ભાગરુપે નમોત્સવનું આયોજન કર્યું હતુ. જેના અંતર્ગત બુધવારે શહેરના નવલખી મેદાનમાં મેગા મ્યુઝિકલ મલ્ટી મિડિયા શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. ભાજપ જે વિશ્વની સૌથી મોટી પાર્ટી જ્યાં કાર્યકરોની ફોજ છે. જેમાં અપેક્ષા પ્રમાણે ભીડ ભેગી નહીં થતા આશ્ચર્ય સર્જાયુ હતુ. એક અંદાજ મુજબ, નવલખીના કાર્યક્રમમાં માત્ર ૧૭,૦૦૦થી ૧૮,૦૦૦ જેટલા દર્શકો જ હાજર રહ્યા હતા. મોદી સાહેબના જન્મોત્સવ દરમિયાન ઉજવાતા કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લામાંથી આટલા ગણતરીના જ લોકો હાજર રહે તે બાબત આયોજકો માટે શરમજનક છે. વડોદરા શહેરમાં ભાજપના ૪૦૦૦ સક્રિય કાર્યકરો છે. 


સક્રિય કાર્યકર એટલે જેણે બીજા ૧૦૦ જણાને ભાજપમાં જોડ્યા હોય તેવા કાર્યકરને સક્રિય કાર્યકરની યાદીમાં સ્થાન મળતુ હોય છે. જો, વડોદરામાં સક્રિય કાર્યકર ૪૦૦૦ હોય તો અહીં કાર્યકરોની સંખ્યા ૪ લાખ ઉપર પહોંચી જાય છે. અને બીજા અન્ય ઓન લાઈન નોંધાયેલા સદસ્યો તો અલગ જ. આ આંકડો જ ભાજપને કોર્પોરેશનથી માંડીને લોકસભાની ચુંટણીમાં બિલકુલ આસાનીથી વિજેતા બનાવે છે. હવે, સવાલ એ થાય છે કે, આટલા બધા કાર્યકરો હોય અને જે શહેરમાં મોદી સાહેબનો આટલો મોટો ચાહકવર્ગ હોય ત્યાં નમોત્સવ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પંદર-સત્તર હજાર પ્રેક્ષકો જ હાજર રહે તે દર્શાવે છે કે, વડોદરા ભાજપમાં કંઈક ગરબડ છે. અહીંનું સંગઠનનું સંચાલન બરાબર ચાલતુ નથી. કાર્યક્રમના આયોજકો હોય કે, પછી સંગઠનો..કોઈના પ્રત્યે તો નારાજગી જરુર છે. તમને જાણીને નવાઈ લાગશે પણ બુધવારે નમોત્સવ અંતર્ગત ખુબ જ સરસ કાર્યક્રમ યોજાયો હતો. પણ આ કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરો,હોદેદારો, કાર્યકરો પણ હાજર રહ્યા ન હતા. મહત્વનું છે કે શહેરના ધારાસભ્યો હતા અને જિલ્લાનો એકપણ ધારાસભ્ય હાજર રહ્યો ન હતો. એ જ દર્શાવે છે કે, જિલ્લા અને શહેરના ધારાસભ્યોમાં ચોક્કસ કંઈક ડખો પડ્યો છે.  ભાજપના કાર્યક્રમમાં તેજલ અમીનને સ્ટેજ પર બોલાવીને માઈક પકડાવવાની ઘટનાએ પણ આયોજક સમિતિના સભ્યોમાં નારાજગી ઉભી કરી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી તેજલ અમીનનો ભાજપમાં કોઈ રોલ નથી. છતાંય તેમને સ્ટેજ પર બોલાવવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.

Reporter: admin

Related Post