સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના ગ્રામસેવકો અને તલાટી સાથે સાવલી સેવાસદન ખાતે મિટિંગ યોજી

મીટીંગ માં સાવલી મામલતદાર ,પ્રાંત અધિકારી, તલાટી મંડળ પ્રમુખને સાથે રાખી તાલુકાના ખેડૂતો ને થયેલ પાક નુકશાની વિશે વિસ્તૃત માહિતી મેળવી. તાલુકામાં ખેડૂતોને કમોસમી વરસાદ થી રવી પાકો માં થયેલ નુકશાની સામે યોગ્ય વળતર મળી રહે તે હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય કેતન ભાઈ દ્વારા ગ્રામ સેવકોને પોત પોતાની તાબા હેઠળની પંચાયતમાં ખેડૂતો સાથે પાક નુકશાની અંગે માહિતી લઇ સર્વે કરી જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવી મીટીંગમાં હાજર રહેલ તમામ ગ્રામ સેવકો ને ધારાસભ્ય કેતનભાઇ દ્વારા ૨૦ દિવસમાં સર્વે કરવાની અપીલ કરીને ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે તલાટી અને ગ્રામસેવક સર્વે કરવા જણાવવામાં આવ્યું.

મીટીંગમાં હાજર રહેલ ગ્રામ સેવકો અને તલાટી દ્વારા ખેડૂત પોર્ટલમાં એરર આવતી હોવાની રજૂઆત કેતન ઇનામદારને કરવામાં આવી. સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યુ કે સાવલી અને ડેસર તાલુકાના કોઈપણ ગામમાં તલાટી કે ગ્રામ સેવક જોડે સર્વે કામગીરી વખતે ખરાબ વર્તન કરે તો મને જણાવો.
Reporter:







