News Portal...

Breaking News :

વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત કમઁચારીઓએ મેડિકલ બાબતને લઈને કરી ઉગ્ર રજૂઆત

2025-02-22 12:04:16
વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત કમઁચારીઓએ મેડિકલ બાબતને લઈને કરી ઉગ્ર રજૂઆત


વડોદરા : મહાનગરપાલિકાના નિવૃત કર્મચારીઓને જૂની મેડિકલ પદ્ધતિ નાબૂદ થતા હાલાકી વેઠવાની ફરજ પડી છે.ત્યારે આજરોજ કર્મચારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરી હતી. 


વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારીઓ હાલના પેન્શનર કર્મચારીઓ છે તેઓને મેડિકલ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જૂની પદ્ધતિ મુજબ તમામ પ્રકારની દવાઓ તેઓને મળી રહેતી હતી તથા સુવિધા પણ સારી મળી રહેતી હતી હવે જૂની મેડિકલ પદ્ધતિ બંધ થતા નવી મેડીકલ પદ્ધતિ આવતાની સાથે જ તેઓને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોતાના ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી દવાઓ નહીં પણ જેનરીક દવાઓ આપીને તેઓને કામ ચલાવવાનું કહેવામાં આવી રહ્યું છે. 


વારવારની રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવતા આજે ફરી એક વખત કર્મચારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂઆત કરી હતી ત્યારે તેમના થકી નિવૃત કર્મચારીઓને આ મામલે આગામી એપ્રિલ સુધી રાહ જોવી તેમની સમસ્યાનો નિરાકરણ લાવવા ખાતરી આપતા નિવૃત કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Reporter:

Related Post