News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં યોજાયેલા વિવિધ સેવા સેતું કેમ્પમાં ૨૯૦૩૧ અરજીઓનું નિરાકરણ, સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરી

2024-09-24 15:23:49
વડોદરા જિલ્લામાં યોજાયેલા વિવિધ સેવા સેતું કેમ્પમાં ૨૯૦૩૧ અરજીઓનું નિરાકરણ, સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરી


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાદર્શનમાં રાજ્યવ્યાપી સેવા સેતું અભિયાનમાં નાગરિકોની અરજીઓના સકારાત્મક નિકાલમાં વડોદરા જિલ્લાએ શીરમોર સ્થાન મેળવ્યું છે. 


અત્યાર સુધી યોજાયેલા સેવા સેતુંના કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લા બાદ વડોદરામાં સૌથી વધુ ૨૯૦૩૧ નાગરિકોને તેમના ઘર આંગણે સેવાઓ પૂરી પાડવામાં આવી છે. સેવા સેતું કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લામાં ૪૨૩૪૦, તે બાદ વડોદરા જિલ્લામાં ૨૯૦૩૧, જૂનાગઢમાં ૨૮૬૫૭, રાજકોટમાં ૨૬૨૩૨ અને આણંદ જિલ્લામાં ૨૨૮૧૨ અરજીઓ મળી છે અને તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં ૧૪ જેટલા ખાતાઓની ૫૦થી વધુ સેવાઓ આપવા માટે સેવા સેતું કેમ્પનું તબક્કાવાર આયોજન કરવામાં આવી રહ્યું છે. 


કેમ્પને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી યોજાયેલા સેવા સેતુંમાં સાત બાર અને આઠ-અના ૩૮૬૧ પ્રમાણપત્રો,  હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ ૩૯૭૯, રાશનકાર્ડમાં નવા નામ દાખલ કરવા ૨૯૬, તેમાં સુધારા કરવા ૧૩૮ અને કમી કરવાના ૧૧૨ અરજીઓનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૩૨ જાતિના પ્રમાણપત્રો, ૧૯ દિવ્યાંગ પ્રમાણપત્રો, ૧૦૯ નમોશ્રી યોજના, ૧૩ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ૯૦૯ મિલ્કત આકારણી ઉતારો, ૧૭૮ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આંગણવાડીના ૮૬ બાળકોને આધાર કાર્ડની કામગીરી કરવામાં આવી છે. સેવા સેતુ અભિયાન સાથે પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. ૨૪૨ પશુઓને સર્જીકલ સારવાર, ૪૧૯૪ પશુઓને ડિવર્મિંગ, ૭૮૪૪ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ૧૭૨ પશુને કૃત્રિમ બીજદાન, ૭૪૪ પશુને ગાયનેકોલોજીકલ સારવાર આપવામાં આવી છે.

Reporter: admin

Related Post